Not Set/ #UP/ કોરોનાકાળ વચ્ચે ગુંડાગર્દી, સપા નેતા અને તેમના પુત્રની ખુલેઆમ ગોળી મારી કરાઇ હત્યા

ઉત્તર પ્રદેશનાં સંભાલ જિલ્લામાં સપા નાં નેતા અને તેના પુત્રને ગોળી મારીને હત્યા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ પછી એસપીનાં પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવે ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું છે. સમાજવાદી પાર્ટીનાં નેતા છોટેલાલ દિવાકર અને તેમના પુત્ર સુનીલ દિવાકરને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સપા નાં નેતા છોટેલાલ દિવાકરની પત્ની ગામનાં […]

India
77ceadaddac00fc81aa261786b810fa6 1 #UP/ કોરોનાકાળ વચ્ચે ગુંડાગર્દી, સપા નેતા અને તેમના પુત્રની ખુલેઆમ ગોળી મારી કરાઇ હત્યા

ઉત્તર પ્રદેશનાં સંભાલ જિલ્લામાં સપા નાં નેતા અને તેના પુત્રને ગોળી મારીને હત્યા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ પછી એસપીનાં પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવે ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું છે. સમાજવાદી પાર્ટીનાં નેતા છોટેલાલ દિવાકર અને તેમના પુત્ર સુનીલ દિવાકરને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સપા નાં નેતા છોટેલાલ દિવાકરની પત્ની ગામનાં પ્રધાન છે. તે ત્યાં પુત્ર સાથે મનરેગાની કામગીરી ચાલે તે જોવા ગયા હતા.

ગામમાં મનરેગા અંતર્ગત ખેતરોની વચ્ચેથી ચક માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. હત્યાનાં આરોપીઓ ત્યાંથી રસ્તો લઈ જવાનો વિરોધ કરી રહ્યા હતા. છોટેલાલને ધમકાવવા તેઓ રાઇફલ લઈને ત્યાં પહોંચ્યા હતા. ઝઘડા વચ્ચે તેણે છોટેલાલ અને તેના પુત્ર સુનીલને ગોળી મારી દીધી હતી. ગોળી વાગવાનાં કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સંભલ પોલીસ અધિક્ષક એસપી યમુના પ્રસાદ કહે છે કે, તેઓએ કેટલાક લોકોને અટકાયતમાં લીધા છે. આરોપીની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બંદાયૂથી સમાજવાદી પાર્ટીનાં ભૂતપૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવે પોતાની ટ્વિટમાં લખ્યું છે- “સંભાલમાં દલિત સમુદાયનાં નેતા અને ચંદૌસીથી સપા નાં પૂર્વ વિધાનસભાનાં ઉમેદવાર છોટેલાલ દિવાકર અને તેમના પુત્રની હત્યા અત્યંત દુઃખદ! સગાસંબંધીઓ પ્રત્યે સંવેદના! સત્તા સંરક્ષિત ગુનેગારોની આગળ નતમસ્તક યુપી પોલીસમાં હવે કોઇ સુરક્ષિત નથી! હત્યારાઓની ધરપકડ કરીને ન્યાય તાત્કાલિક થવો જોઈએ!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.