UP Government/ યુપી સરકારે રાજ્યના મદરેસાઓને મોકલી નોટિસ, અમલ ના કરવા પર કરાશે દંડ

યુપી સરકાર : મદરેસાને માન્યતા નહીં મળે તો RTE એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને જો તમારી મદરેસા ખુલ્લી જોવા મળશે તો દરરોજ 10,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે.

Top Stories India
YouTube Thumbnail 2023 10 25T132631.123 યુપી સરકારે રાજ્યના મદરેસાઓને મોકલી નોટિસ, અમલ ના કરવા પર કરાશે દંડ

યુપી સરકારે રાજ્યના મદરેસાઓને લઈને મહત્વનું પગલું લીધું છે. યુપી સરકારે રાજ્યના તમામ મદરેસાઓનો સર્વે કર્યો. જેના બાદ શિક્ષણ વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓની મદરેસાઓને નોટિસ પાઠવી. અને આ મામલે અમલ ના કરવા પર દંડ કરવાનો આદેશ કર્યો છે.

મદરેસાને નોટિસ

ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યની તમામ મદરેસાઓનો સર્વે કર્યા બાદ શિક્ષણ વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓની મદરેસાઓને નોટિસ મોકલી છે. યુપી સરકારે મદરેસાની નોંધણીને લઈને કાર્યવાહી કરતા યોગ્ય નોંધણી અને માન્યતા ન હોય તો મદરેસાઓને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ તેનું પાલન નહી કરાતા દરરોજ 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. જેના બાદ આ બાબતે મદરેસા બોર્ડ ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ પરિષદ અધિનિયમ 2004/રેગ્યુલેશન્સ 2016ની જોગવાઈઓ હેઠળ લઘુમતી કલ્યાણ વિભાગ સિવાયના કોઈપણ વિભાગના અધિકારી દ્વારા ન તો નિરીક્ષણ કરાશે અથવા ના તો કોઈપણ પ્રકારની સૂચના આપવામાં આવશે.

નોટિસ બાદ એજ્યુકેશન કાઉન્સિલના અધ્યક્ષનું નિવેદન

ઉત્તર પ્રદેશ મદરેસાને લઈને લીધેલ આકરા પગલા બાદ એજ્યુકેશન કાઉન્સિલના અધ્યક્ષ ડૉ.ઈફ્તિખાર અહેમદ જાવેદનું નિવેદન સામે આવ્યું છે. ઇફ્તિખાર અહેમદ જાવેદે કહ્યું,’1995માં લઘુમતી કલ્યાણ વિભાગની રચના થયા પછી, શિક્ષણ વિભાગ હેઠળ ચાલતા મદરેસાઓને લઘુમતી કલ્યાણ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેના બાદ ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન કાઉન્સિલ એક્ટ 2004માં બદલવામાં આવ્યો. 2016માં બિન-સરકારી અરબી અને ફારસી મદ્રેસા માન્યતાને લઈને વહીવટ અને સેવા નિયમન બનાવવામાં આવ્યો. જે પછી જિલ્લા મદરેસા શિક્ષણ અધિકારીમાં બદલાવ થતા જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારી બન્યું.

content image dc2d0b19 f969 4b7d a01f 2c372101b4f5 યુપી સરકારે રાજ્યના મદરેસાઓને મોકલી નોટિસ, અમલ ના કરવા પર કરાશે દંડ

જાવેદ વધુમાં જણાવે છે કે ઈન્સ્પેક્ટર અરેબિક મદરેસા અથવા અધ્યક્ષ અથવા ડિરેક્ટર દ્વારા નામાંકિત કોઈપણ અધિકારી કોઈપણ સમયે મદરેસાઓનું નિરીક્ષણ કરી શકે છે. ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન કાઉન્સિલ એક્ટ 2004/રેગ્યુલેશન્સ એક્ટ મુજબ લઘુમતી કલ્યાણ વિભાગ સિવાયના કોઈપણ અધિકારી ન તો નિરીક્ષણ કરી શકે અથવા કોઈપણ પ્રકારની સૂચના ના આપી શકે. તેઓ વધુમાં કહે છે કે, અનેક વખત ધ્યાનમાં આવ્યું છે કે સક્ષમ અધિકારી હોવા છતાં શિક્ષણ વિભાગના અધિકારીઓ જિલ્લામાં ચાલતા મદરેસાઓનું નિરીક્ષણ કરે છે અને નોટિસો પણ આપે છે, જે કાયદાની વિરુદ્ધ છે.

ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યની તમામ મદરેસાઓનો સર્વે કર્યા બાદ શિક્ષણ વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓની મદરેસાઓને નોટિસ મોકલી છે. યોગ્ય નોંધણી અને માન્યતા ન હોય તો મદરેસાઓને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જો આમ નહીં કરવામાં આવે તો દરરોજ 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. આ પછી, આ બાબતે,

મદરેસા સામે થશે કાયદાકીય કાર્યવાહી
શિક્ષણ વિભાગે મદરેસાઓને નોટિસ જારી કરતા કહ્યું જો તેમની મદરેસાને મફત અને ફરજિયાત બાળકોના શિક્ષણ અધિનિયમ 2009ના પ્રકરણ 4ની કલમ 18 મુજબ માન્યતા આપવામાં આવી હોય તો તેમણે ત્રણ દિવસની અંદર મદરેસાની માન્યતા સંબંધિત રેકોર્ડ પ્રદાન કરવા. નોટિસમાં એમ પણ જણાવ્યું છે કે જો તમારી મદરેસાને માન્યતા નહીં મળે તો તમારી સામે RTE એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને જો તમારી મદરેસા ખુલ્લી જોવા મળશે તો દરરોજ 10,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ તરફથી નોટિસ મળ્યા બાદ ઉત્તરપ્રદેશના તમામ મદરેસા સંચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 યુપી સરકારે રાજ્યના મદરેસાઓને મોકલી નોટિસ, અમલ ના કરવા પર કરાશે દંડ


આ પણ વાંચો : Ahmedabad-Flyover/ અમદાવાદમાં પાંજરાપોળ ખાતે ફોર લેનનો ઓવરબ્રિજ બનશે

આ પણ વાંચો : Tiger/ ચિત્તાની સંખ્યા વધારવામાં ‘વાઘ’ની સંખ્યા ઘટી!!

આ પણ વાંચો : જુઓ વીડિયો/ વિવાદોની ઉર્વશીનો વધુ એક વિવાદ,તરણેતરના મેળાને પરણેતરનો મેળો કહ્યું