Not Set/ UP/ ફટાકડાનાં કારખાનામાં વિસ્ફોટ, 5નાં મોત, CM એ આપ્યા તપાસનાં આદેશ

ઉત્તર પ્રદેશના શામલીમાં ફટાકડા ફેકટરીમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ છે. એસડીએમ કૈરાના મણિ અરોરા કહે છે કે પાંચ જેટલા લોકોના મોતની પુષ્ટિ થઈ છે, મોતની સંખ્યામાં વધારો થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે મોડી સાંજે દિલ્હી સહારનપુર હાઇવે પર શામલીમાં ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. તેનો અવાજ […]

Top Stories India
up.jpg1 UP/ ફટાકડાનાં કારખાનામાં વિસ્ફોટ, 5નાં મોત, CM એ આપ્યા તપાસનાં આદેશ

ઉત્તર પ્રદેશના શામલીમાં ફટાકડા ફેકટરીમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ છે. એસડીએમ કૈરાના મણિ અરોરા કહે છે કે પાંચ જેટલા લોકોના મોતની પુષ્ટિ થઈ છે, મોતની સંખ્યામાં વધારો થઈ શકે છે.

મળતી માહિતી પ્રમાણે મોડી સાંજે દિલ્હી સહારનપુર હાઇવે પર શામલીમાં ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. તેનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાયો હતો. અવાજ સાંભળીને ઘણા ગામલોકો ભયભીત થઈ ગયા. કોઈ અયોગ્ય બનાવની આશંકા વચ્ચે લોકો ઘટના સ્થળે ભાગી આવ્યા હતા. અંધાધૂંધી વચ્ચે  કેટલાક લોકોના મોતની આશંકા સેવવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે લોકોને ઘટના સ્થળેથી બહાર કાઢી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. 

ઘટના મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શામલી જિલ્લામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય રાહત આપવાનો આદેશ આપ્યો છે અને બનાવના કારણોની તપાસ કરવા નિર્દેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.