Not Set/ Update/ જામનગરમાં PGVCLનો સપાટો, 23.10 લાખની વીજ ચોરી ઝડપાઈ

43 ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધામા 22 પોલીસકર્મીઓ અને 18 EX આર્મીમેન ને સાથે રખાયા શહેરમાં વીજતંત્રના ચેકીંગને લઈને વિજચોરોમાં ફફડાટ ચેકીંગ દરમિયાન લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ તેવી શક્યતા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં PGVCLની ટીમોનો સપાટો બોલાવ્યો છે.  મોટી વીજચોરી પકડાય તેવી શક્યતા PGVCL અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.  શહેરના જુદાજુદા […]

Gujarat Others
જામ Update/ જામનગરમાં PGVCLનો સપાટો, 23.10 લાખની વીજ ચોરી ઝડપાઈ
  • 43 ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધામા
  • 22 પોલીસકર્મીઓ અને 18 EX આર્મીમેન ને સાથે રખાયા
  • શહેરમાં વીજતંત્રના ચેકીંગને લઈને વિજચોરોમાં ફફડાટ
  • ચેકીંગ દરમિયાન લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ તેવી શક્યતા

જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં PGVCLની ટીમોનો સપાટો બોલાવ્યો છે.  મોટી વીજચોરી પકડાય તેવી શક્યતા PGVCL અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.  શહેરના જુદાજુદા વિસ્તારોમાં  PGVCLની કુલ 43 ટીમોએ ધામા નાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ટીમ ની સાથે ૨૨ જેટલા પોલીસકર્મી ૧૮ એક્સ.આર્મીના જવાનોને સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું છે. શહેરના બેડી, નવાગામ, રામવાડી, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરાયું છે. PGVCLના ચેકિંગમાં લાખોની વીજચોરી પકડાય તેવી શક્યતા છે. હાલ તો શહેરમાં વીજતંત્રના ચેકીંગને લઈને વિજચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

PGVCLના આ સપાટામાં  કુલ ૮૧૪ વીજ ધારકોના  ત્યાં ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં 120 વીજધારકોને ત્યાં વીજચોરી થતી હોવાનું   સામે આવ્યું છે. જેમ કુલ રૂપિયા  ૨૩.૧૦ લાખની વીજચોરી ઝડપાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.