હળવદ/ રાણેકપર ગામના ઉપસરપંચ તેમજ પુત્ર દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયા

હળવદ પોલીસની ટીમ રાણેકપર રોડ સુકુન બંગ્લોઝ પાસે પેટ્રોલિંગમાં હતી. જ્યાં આરોપી સાગર નવઘણભાઈ ઉડેચા મળી આવ્યો…..

Gujarat Others
હળવદ

હળવદના રાણેકપરના રાણેકપર ગામના ઉપસરપંચ નવઘણભાઇ ગણેશભાઇ ઉડેચા દેશી દારુ નવ લીટરમા અને તેના પુત્રને વિદેશી દારૂ સાથે હળવદ પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પોલીસ તપાસમાં અન્ય આરોપીનું નામ ખૂલતાં તેને કાયદાના સકંજામાં લેવા પોલીસ તજવીજ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસની ટીમ રાણેકપર રોડ સુકુન બંગ્લોઝ પાસે પેટ્રોલિંગમાં હતી. જ્યાં આરોપી સાગર નવઘણભાઈ ઉડેચા મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની તલાશી લેતા આરોપી સાગર પાસેથી રૂ.૧૦૦૦ની કિમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 10 બોટલ મળી આવી હતી. પોલીસની સઘન પૂછપરછમાં અન્ય આરોપી રાજેશ નવઘણભાઈ ઉડેચાનું નામ ખૂલતાં પોલીસે બંને વિરુદ્ધ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧ મુજબ ગુનો નોંધીને આરોપી રાજેશ ને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપી સાગર ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:ગમે તેટલું મને સારું કે ખરાબ બોલો, પણ હું ટ્વિટર યૂઝર્સ પાસેથી પૈસા લઈશ જ: Elon Musk

આ પણ વાંચો:જાણો, કોંગ્રેસના ક્યાં નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર, આપ્યું આવું કારણ

આ પણ વાંચો:જનસભા પહેલા રાધા સ્વામી બિયાસ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી