Gujrat Morbi/ વાંકાનેરમાં દૂષિત પાણી વિતરણથી શહેરીજનોમાં રોષ

વાંકાનેર શહેરમાં પીળુ હળદર જેવું દૂષિત પાણી વિતરણ કરવામાં આવતું હોય શહેરીજનો, મહિલાઓમાં ભારોભાર રોષ ઉઠવા પામ્યો છે.

Gujarat Others
YouTube Thumbnail 30 4 વાંકાનેરમાં દૂષિત પાણી વિતરણથી શહેરીજનોમાં રોષ

વાંકાનેરમાં અવાર નવાર દૂષિત પાણી વિતરણ કરવામાં આવતાં શહેરીજનોમાં રોષ ઉઠવા પામ્યો છે, વાંકાનેર શહેરમાં પીળુ હળદર જેવું દૂષિત પાણી વિતરણ કરવામાં આવતું હોય શહેરીજનો, મહિલાઓમાં ભારોભાર રોષ ઉઠવા પામ્યો છે એને હવે પાણીજન્ય રોગચાળો વકરે તેવો ભય પણ ફેલાવા પામ્યો છે ત્યારે શહેર માં નગર પાલિકા દ્વારા વારંવાર દૂષિત પાણી વિતરણ કરવામાં આવતું હોય હવે ખાસ કરીને મહિલાઓમાં ધિરજ ખૂટી છે અને રોષ ઉઠવા પામ્યો છે.

પીળુ હળદર જેવું દુષિત પાણી જે વાપરવા લાયક પણ નથી તે નાછૂટકે લોકો આવું દુષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે અથવા તો રોજે રોજ પૈસા ખર્ચી ને વેચાતી પાણી ની બોટલ લેવા મજબૂર બન્યા છે, જે ગરીબ માણસો ને દરરોજ આવું પીવાનું વેચાતું પાણી લેવું પોસાય તેમ ન હોય ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આવી પરિસ્થિતિ લાંબા સમયથી હોય હવે શહેરીજનો થાક્યા છે અને નીંભર નગરપાલિકા તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે.

ઉપરાંત દુષિત પાણી પીવાથી પથરી, પેટ નાં દુઃખાવા જેવા પાણીજન્ય રોગચાળા ની પણ દહેશત હવે ઉભી થાય છે જો વહેલી તકે નિવારણ નહિ થાય તો વાંકાનેર શહેર માં રોગચાળો ફેલાશે તેવી દહેશત શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે વહેલી તકે શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવે તેવી રોષ સાથે શહેરીજનો માંગ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 વાંકાનેરમાં દૂષિત પાણી વિતરણથી શહેરીજનોમાં રોષ


આ પણ વાંચો:કરાર આધારિત કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:સ્ટાર મેકર એપ વાપરી રહ્યા છો તો થઈ જજો સાવધાન, યુવતી સાથે થયું એવું કે તે જાણીને…

આ પણ વાંચો:11000 સુરક્ષા જવાનો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ વચ્ચે ભારત-પાકની ટક્કર

આ પણ વાંચો:ગુજરાતમાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા