Video/ ઉર્ફી જાવેદના મિત્રોએ મસ્તીમાં કરી એવી હરકત કે અભિનેત્રી બૂમો પાડવા લાગી

ઉર્ફી જાવેદના સોશિયલ મીડિયા પર 3 મિલિયન ફોલોઅર્સ છે. તેની ઉજવણી કરવા માટે ઉર્ફી જાવેદે તેના મિત્રો માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. ઉર્ફીનો જે વીડિયો સામે…

Trending Entertainment
ઉર્ફી જાવેદનો વીડિયો

ઉર્ફી જાવેદનો વીડિયો: સોશિયલ મીડિયાની ફેમસ કન્ટેન્ટ ક્રિએટર ઉર્ફી જાવેદ પોતાના વીડિયોને લઈને ચર્ચા રહે છે. ત્યારે હવે ફરી એકવાર ઉર્ફી જાવેદે તેનો નવો વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે. મિત્રો સાથે સેલિબ્રેશન મનાવતા ઉર્ફી જાવેદનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઉર્ફી જાવેદ તેના મિત્રો સાથે ગોવામાં મજા કરી રહી હતી. ઉર્ફી જાવેદના સોશિયલ મીડિયા પર 3 મિલિયન ફોલોઅર્સ છે. તેની ઉજવણી કરવા માટે ઉર્ફી જાવેદે તેના મિત્રો માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. ઉર્ફીનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે ઉર્ફીના મિત્રો તેને પોતાના ખોળામાં ઉઠાવતા જોવા મળે છે અને તે તેનાથી ખૂબ જ ખુશ થઈ રહી છે. સાથે જ તે મસ્તી કરતી જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઉર્ફી 3 લાખ બોલે છે. આ પછી તેના બધા મિત્રો પણ ઉર્ફી જાવેદ સાથે 3 લાખની બૂમો પાડવા લાગે છે.

Instagram will load in the frontend.

પાર્ટીમાં તે ગ્રીન ટોપ અને બ્લેક શોર્ટ્સમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયો શેર કરતાં ઉર્ફીએ લખ્યુંસૌથી પહેલા 3 લાખ માટે તમારો આભાર! જેઓ મને ફોલોવ કરે છે તેઓનો મારા હૃદયથી આભાર, તે પણ જેઓ જાણતા નથી. આ રાત માટે આભાર. હું ભાગ્યે જ મારા વીડિયો શેર કરું છું. પણ મને લાગે છે કે હું હજી ભૂખી છું! હું આ માટે પણ દારૂને જ દોષી ઠેરવીશ!

આ પણ વાંચો:  Photos/ રશ્મિ દેસાઈએ કરાવ્યું સેક્સી ફોટોશૂટ, બોલ્ડ અદાઓ અને ડાન્સ મૂવ્સ જોઈને ફેન્સનો છૂટી ગયો પરસેવો