Political/ પેટ્રોલ-ડીઝલ અને LPG નાં વધતા ભાવ અંગે ઉર્મિલા માંતોડકરે કર્યુ ટ્વીટ- અક્કડ બક્કડ બમ્બે બો…

દેશનાં ઘણા ભાગોમાં પેટ્રોલ લિટર દીઠ 100 રૂપિયાની ઉપર પહોંચી ગયું છે. દરેક વ્યક્તિ પેટ્રોલ-ડીઝલ અને એલપીજીનાં ભાવમાં સતત વધારા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

India
PICTURE 4 264 પેટ્રોલ-ડીઝલ અને LPG નાં વધતા ભાવ અંગે ઉર્મિલા માંતોડકરે કર્યુ ટ્વીટ- અક્કડ બક્કડ બમ્બે બો...

દેશનાં ઘણા ભાગોમાં પેટ્રોલ લિટર દીઠ 100 રૂપિયાની ઉપર પહોંચી ગયું છે. દરેક વ્યક્તિ પેટ્રોલ-ડીઝલ અને એલપીજીનાં ભાવમાં સતત વધારા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો હવે અભિનેત્રી અને શિવસેનાનાં નેતા ઉર્મિલા માતોંડકરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે એક અલગ અંદાજમાં ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે.

Political / અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલ અંગે આવ્યા મોટા સમાચાર

પેટ્રોલ-ડીઝલ અને એલપીજીની કિંમતો સતત વધી રહી છે અને દેશની જનતાને સતત આ કિંમતો રડાવી રહી છે. દેશનાં ઘણા ભાગોમાં પેટ્રોલ લિટર દીઠ 100 ની ઉપર પહોંચી ગયું છે. મધ્યપ્રદેશનાં અનુપુરમાં પેટ્રોલનાં ભાવ 100 રૂપિયા લિટરનાં સ્તરને પાર કરી ગયુ છે. બોલિવૂડ એક્ટ્રેસ અને શિવસેના નેતા ઉર્મિલા માતોંડકરે આ અંગે ટ્વીટ કર્યું છે. ઉર્મિલા માતોંડકરે સતત વધતા ભાવો માટે સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યુ છે કે,  ‘અક્કડ બક્કડ બમ્બે બો, ડીઝલ નબ્બે પેટ્રોલ સૌ, સૌ મે લગા ધાગા, સિલિન્ડર ઉછલ કે ભાગા.’ આ રીતે તેમણે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનાં વધતા ભાવ પર કટાક્ષ કર્યો છે. આ ટ્વીટ પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે અને તેને રીટ્વીટ પણ કરવામાં આવી રહ્યુ છે.

જણાવી દઈએ કે, ભોપાલમાં એક્સપી શ્રેણીનાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100.79 રૂપિયા છે. વળી રાજસ્થાનનાં સરહદ ગંગાનગર જિલ્લામાં પ્રીમિયમ પેટ્રોલ બાદ બુધવારે સામાન્ય પેટ્રોલની કિંમત પણ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. બુધવારે ગંગાનગરમાં પેટ્રોલ 100.13 રૂપિયા અને ડીઝલ 92.13 રૂપિયા પ્રતિ લિટર વેચાયું હોવાનું જાણવા મળ્યુ છે.

Covid-19 / BMC એ જાહેર કરી કોરોનાની નવી ગાઈડલાઇન, પાંચથી વધુ કેસ મળશે તો બિલ્ડિંગ થશે સીલ

જોકે, ગયા મહિને જ, રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં બે ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. હાલમાં પેટ્રોલ પર વેટ 36 રૂપિયા અને ટોલ ટેક્સ 1.5 રૂપિયા પ્રતિ લિટર છે. વળી ડીઝલ પર વેટ 26 ટકા અને ટોલ ટેક્સ રૂ .1.75 રૂપિયા પ્રતિ લિટર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ