મુલાકાત/ અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેન અને PM મોદી 4 સપ્ટેમ્બરના દિવસે કરશે મુલાકાત

PM નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બરે અમેરિકા જવા રવાના થશે. તે ત્યાં ક્વાડ કન્ટ્રીઝ સમિટ અને યુએન જનરલ એસેમ્બલીની બેઠકમાં ભાગ લેશે.

Top Stories India
PM

PM નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બરે અમેરિકા જવા રવાના થશે. તે ત્યાં ક્વાડ કન્ટ્રીઝ સમિટ અને યુએન જનરલ એસેમ્બલીની બેઠકમાં ભાગ લેશે.બાદમાં સોમવારે વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક પણ નક્કી કરવામાં આવી છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બિડેનની 24 સપ્ટેમ્બરે પ્રથમવાર પ્રત્યક્ષ મુલાકાત કરશે

વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ બિડેને ક્વાડ દેશોના નેતાઓની પ્રથમ સીધી બેઠક પણ યોજી હતી. પીએમ મોદી ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને જાપાનના પીએમ યોશીહિડે સુગા પણ હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે પહેલીવાર અમેરિકા અને ભારતના સંબધો પર વાતચીત થષે અને હાલના વર્તમાન વૈશ્વિક મુદ્દાની પણ ચર્ચા થશે, આ મુલાકાતથી ભારત અને અમેરિકાના પરસ્પરના સંબધો વધશે.