વિરોધ પ્રદર્શન/ અફઘાનિસ્તાનમાં તાલિબાનનાં કબ્ઝા બાદ અમેરિકામાં બિડેન વિરુદ્ધ ઉગ્ર નારા લાગ્યા, Video

બે દાયકાની લડાઈ બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી અને નાટો દળોની સંપૂર્ણ રીતે વાપસી થાય તે પહેલા તાલિબાનીઓએ દેશ પર કબ્ઝો કરી લીધો છે.

Top Stories World
અમેરિકામાં

અમેરિકામાં બે દાયકાની લડાઈ બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી અને નાટો દળોની સંપૂર્ણ રીતે વાપસી થાય તે પહેલા તાલિબાનીઓએ દેશ પર કબ્ઝો કરી લીધો છે. તાલિબાને આશ્ચર્યજનક રીતે થોડા અઠવાડિયામાં જ સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્ઝો કરી લીધો અને રાષ્ટ્રપતિ ભવન પર પોતાનો ધ્વજ ફરકાવ્યો છે. આ સાથે અફઘાનિસ્તાનમાં ‘તાલિબાન યુગ’ શરૂ થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / કાબુલ એરપોર્ટ પર લોકોની ભારે ભીડ, વિમાનની અંદર જવા માટે લોકો કરી રહ્યા છે ઝપાઝપી, Video

તાલિબાન સૌનિકોએ રવિવારે કાબુલમાં પ્રવેશ કર્યો હતો અને રાષ્ટ્રપતિ ભવનનો પણ કબ્ઝો મેળવ્યો હતો. હવે અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તાલિબાન દ્વારા શાસિત છે. પરંતુ બીજી બાજુ, અફઘાન ઇમરજન્સી અંગે અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બિડેન સામે અવાજ ઉંચો થવા લાગ્યો છે. અફઘાનિસ્તાનમાં કથળતી પરિસ્થિતિ અને દેશમાં તાલિબાનનાં કબ્ઝા બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બિડેન સામે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. અફઘાન નાગરિકોએ વ્હાઈટ હાઉસની બહાર અમેરિકી રાષ્ટ્રપતિ સામે પ્રદર્શન શરૂ કર્યું છે અને અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિ માટે જો બિડેનને જવાબદાર ઠેરવ્યા છે. વિરોધ દરમિયાન અફઘાન નાગરિકોએ ‘બિડેન તમે અમારી સાથે દગો કર્યો, બિડેન તમે જવાબદાર છો’ નાં નારા લગાવ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે બે દાયકા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના પાછી ખેંચી લીધી છે. અલ-કાયદાનાં વડા ઓસામા બિન લાદેન દ્વારા આયોજિત આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ 11 સપ્ટેમ્બર, 2001 નાં રોજ તાલિબાન સામે અભિયાન શરૂ કર્યું હતું. ઘણા વર્ષોથી, યુએસ લશ્કરની અફઘાનિસ્તાનમાં હાજરી હતી. પરંતુ કેટલાક વર્ષોથી યુદ્ધમાંથી બહાર નીકળવામાં રોકાયેલા હતા અને આ દરમિયાન બીજી બાજુ તાલિબાને પોતાને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું હતુ.

આ પણ વાંચો – ગરમાયુ રાજકારણ / કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સુષ્મિતા દેવેના રાજીનામાં બાદ નેતાઓએ ઉઠાવ્યા સવાલ, કપિલ સિબ્બલે આપ્યું આ મોટું નિવેદન

તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં નેતૃત્વમાં અમેરિકાએ ફેબ્રુઆરી 2020 માં તાલિબાન સાથે કરાર કર્યો હતો, જે બળવાખોરો સામે સીધી લશ્કરી કાર્યવાહીને મર્યાદિત કરે છે. આનાથી તાલિબાનને તેમની તાકાત એકત્રિત કરવાની અને મુખ્ય વિસ્તારો પર કબ્ઝો મેળવવા માટે ઝડપથી આગળ વધવાની મંજૂરી મળી. રાષ્ટ્રપતિ જો બિડેને આ મહિનાનાં અંત સુધીમાં અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકી સૈનિકોને પાછા ખેંચવાની તેમની યોજનાની જાહેરાત કરી હતી. જે બાદ તાલિબાન ઝડપથી ઉભુ થયુ અને અફઘાનિસ્તાનમાં વિસ્તરણ શરૂ કર્યું. પરિણામે તાલિબાનોએ આજે ​​સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્ઝો કરી લીધો છે.