Not Set/ ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં PM મોદીએ કહ્યુ, ભારત-રશિયા સાથે આવવા પર વિકાસની ઝડપને 1+1=11 બનાવવાની તક

ભારત અને રશિયા એક સાથે જોડાશે, તો વિકાસની ગતિ 1+1 = 11 બનાવવાની તક છે. આ કહેવુ વડા પ્રધાન પીએમ નરેન્દ્ર મોદીનું છે. આ મંચ રશિયાનાં વ્લાદિવોસ્તોકમાં યોજાયેલ ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમનો છે. આ મંચમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ પુતિને ભારતમાં ચૂંટણી પહેલા મને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું. શું કહ્યુ પીએમ […]

Top Stories World
esternnn ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં PM મોદીએ કહ્યુ, ભારત-રશિયા સાથે આવવા પર વિકાસની ઝડપને 1+1=11 બનાવવાની તક

ભારત અને રશિયા એક સાથે જોડાશે, તો વિકાસની ગતિ 1+1 = 11 બનાવવાની તક છે. આ કહેવુ વડા પ્રધાન પીએમ નરેન્દ્ર મોદીનું છે. આ મંચ રશિયાનાં વ્લાદિવોસ્તોકમાં યોજાયેલ ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમનો છે. આ મંચમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ પુતિને ભારતમાં ચૂંટણી પહેલા મને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું.

શું કહ્યુ પીએમ મોદીએ

મને રાષ્ટ્રપતિ પુતિન સાથે રશિયાની પ્રતિભા જાણવાની તક મળી, જેણે મને ખૂબ પ્રભાવિત કરી છે. ભારત અને પૂર્વ દિશા વચ્ચેનો સંબંધ ખૂબ જૂનો છે, ભારત અહીં પોતાનું દૂતાવાસ ખોલનાર પ્રથમ દેશ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોવિયત રશિયા દરમિયાન પણ ભારત અને રશિયા વચ્ચેનાં સંબંધો મજબૂત હતા.

વ્લાદિવોસ્તોક બંને દેશો માટે એક મહત્વપૂર્ણ સ્થળ બની ગયું છે, ભારતે અહીં એનર્જી ક્ષેત્ર અને અન્ય સંસાધનોમાં રોકાણ કર્યું છે.

આ સમય દરમિયાન, પીએમ મોદીએ રશિયાનાં આ પૂર્વ ભાગનાં તમામ 11 રાજ્યપાલોને ભારત આવવા આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારત-રશિયાનાં સંબંધો ઔતિહાસિક મંચ પર છે.

Image result for pm modi in eastern economic forum

ભારત અને રશિયા મળીને અવકાશનાં અંતરને પાર કરશે અને દરિયાની ઉંડાઇને માપશે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં ચેન્નઈ અને વ્લાદિવોસ્તોક વચ્ચે શીપ દોડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારી સરકાર એક્ટ ઈસ્ટ મિશન પર કામ કરી રહી છે. ભારત અને રશિયા વચ્ચે 50 થી વધુ કરાર થયા છે. ભારત પ્રકૃતિને બચાવવા ઘણા પગલા લઈ રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત પૂર્વ તરફનાં વિકાસ માટે 1 અબજ ડોલરની ક્રેડિટ આપશે. તેમણે કહ્યું કે રશિયાનાં આ ભાગમાં વ્લાદિમીર પુતિનની રુચિ વધારે છે, જે તેમની નીતિમાં પ્રતિબિંબિત થાય છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત રશિયા સાથે પગલું આગળ વધારવા માંગે છે.

ભારતમાં, અમે દરેકનાં સમર્થન, દરેકનાં વિકાસ અને દરેકની આસ્થા સાથે આગળ વધી રહ્યા છીએ, 2024 સુધીમાં અમે ભારતને 5 ટ્રિલિયન ડોલર બનાવવા આગળ વધીશું.

ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં આ અગાઉ રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, ભારત, ચીન, રશિયા, કોરિયા, મલેશિયા, જાપાન, મંગોલિયા જેવા દેશો સાથે અમારો અતૂટ સંબંધ છે. એશિયા પેસિફિક ક્ષેત્રનાં દેશોમાં આવતા દાયકાઓમાં વિશ્વમાં મોટો પ્રભાવ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.