Not Set/ જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધનો અંત આવતાની સાથે જ હિંસક વિરોધ, અને પથ્થરમારા અંગે ચિંતિત કેન્દ્ર સરકાર

હવે જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધને હટાવવા અને સામાન્ય રોજિંદા જીવનચર્યા માટે કેન્દ્ર પર આંતરરાષ્ટ્રીય દબાણ થઈ છે. જમ્મુ માઠી કલમ 370 નાબૂદ કરીને, રાજ્યને બે ભાગ પાડીને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની રચનાની રાષ્ટ્રપતિની સૂચના બાદ 31 ઓક્ટોબર સુધી સરકાર સામાન્ય જાણ જીવન પુન:સ્થાપિત કરવા માટે કટિબધ્ધ છે. પરંતુ તે સાથે જ પ્ર્તિબંધ દૂર થતાં જ રાજ્યમાં પથ્થરમારા […]

Top Stories India
mantavya 1 જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધનો અંત આવતાની સાથે જ હિંસક વિરોધ, અને પથ્થરમારા અંગે ચિંતિત કેન્દ્ર સરકાર

હવે જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધને હટાવવા અને સામાન્ય રોજિંદા જીવનચર્યા માટે કેન્દ્ર પર આંતરરાષ્ટ્રીય દબાણ થઈ છે. જમ્મુ માઠી કલમ 370 નાબૂદ કરીને, રાજ્યને બે ભાગ પાડીને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની રચનાની રાષ્ટ્રપતિની સૂચના બાદ 31 ઓક્ટોબર સુધી સરકાર સામાન્ય જાણ જીવન પુન:સ્થાપિત કરવા માટે કટિબધ્ધ છે. પરંતુ તે સાથે જ પ્ર્તિબંધ દૂર થતાં જ રાજ્યમાં પથ્થરમારા જેવી ઘટનાની આશંકા પણ સરકારને સતાવી  રહી છે.

સૈન્ય, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ગુપ્તચર તંત્ર દ્વારા પ્રતિબંધ ને દૂર કરવા અંગે ભારે માથાકૂટ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને સુરક્ષા સંબંધી કેબિનેટ કમિટીની બેઠક માં આ નિર્ણય લેવામાં આવે તેવી પુરી શક્યતાઓ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનવૈશ્વિક સ્તરે કશ્મીર મુદ્દે પછડાટ ખાધા બાદ કશ્મીર નો જે ભાગ ભારત વિરુધ્ધ છે તેને ભડકવવાના પૂરા પ્રયાસ કરી રહ્યું છે. જો કે, તેની સંખ્યા ફક્ત 10 થી 20 ટકા છે. પરંતુ હિંસાનું વાતાવરણ ઉભું કરીને કાશ્મીર મુદ્દે ભારતને નકારાત્મક છબી આપવા માટે ખૂબ સક્ષમ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓ અને ગૃહ મંત્રાલય પણ ખીણમાં બાળકો શાળામાં નથી આવતા તે વાત ને લઈ ને ચિંતિત છે. વહીવટીતંત્રના પ્રયત્નો છતાં પણ દુકાનો સંપૂર્ણ રીતે ખોલવામાં આવી રહી નથી. ખાનગી વાહનો બહાર આવી રહ્યા છે પણ સરકારી વાહનો વધારે દેખાતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.