Not Set/ ઝાંસી : ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, દર્શન માટે જઈ રહેલા ૫ શ્રદ્ધાળુઓના મોત, ૧૧ ઘાયલ

ઝાંસી રતનગઢમાં દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટ્રેક્ટરની ટ્રોલીને ટામેટા ભરેલા ટ્રકે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે ૫ લોકોના ઘટનાસ્થળે મોત થઇ ગયા હતા અને ૧૧ થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે […]

India Trending
accident 759 1 ઝાંસી : ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, દર્શન માટે જઈ રહેલા ૫ શ્રદ્ધાળુઓના મોત, ૧૧ ઘાયલ

ઝાંસી

રતનગઢમાં દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટ્રેક્ટરની ટ્રોલીને ટામેટા ભરેલા ટ્રકે ટક્કર મારી હતી.

આ ટક્કર એટલી ભીષણ હતી કે ૫ લોકોના ઘટનાસ્થળે મોત થઇ ગયા હતા અને ૧૧ થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રતનગઢમાં સોમવારે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. અહી દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.

સોમવારે ભજનપુરા ગામના ભક્તો ટ્રેક્ટરમાં બેસીને દર્શન માટે જઈ રહ્યા હતા આ દરમ્યાન હાઈ-વે પર ટામેટાથી ભરેલી ડીસીએમ ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી.

ઘાયલ લોકોને ઝાંસી મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.