Not Set/ ઉત્તરપ્રદેશ: લગ્નના ફેરા શરુ થવાના જ હતા ને કન્યાએ……વાંચો સમગ્ર ઘટના

છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશથી લગ્નને લઈને ઘણા વિવાદાસ્પદ સમાચાર સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા યુવતીએ જમીનની માંગણી કરતા વરરાજાએયુવતીની માંગણીને ફગાવી દેતા કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ બનાવની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં આવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે. ઓરૈયા જિલ્લામાં દૃષ્ટિની નબળાઈને કારણે, જ્યારે વરરાજા […]

India
marrige image ઉત્તરપ્રદેશ: લગ્નના ફેરા શરુ થવાના જ હતા ને કન્યાએ......વાંચો સમગ્ર ઘટના

છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશથી લગ્નને લઈને ઘણા વિવાદાસ્પદ સમાચાર સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા યુવતીએ જમીનની માંગણી કરતા વરરાજાએયુવતીની માંગણીને ફગાવી દેતા કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ બનાવની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં આવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે. ઓરૈયા જિલ્લામાં દૃષ્ટિની નબળાઈને કારણે, જ્યારે વરરાજા પાસેથી હિન્દી અખબાર વાંચવામાં ન આવ્યું ત્યારે, દુલ્હનએ લગ્નનો ઇનકાર કરી દીધો. એટલું જ નહીં, યુવતીની બાજુથી વરરાજાની બાજુ ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના ઓરૈયા જિલ્લાના સદર કોટવાલી વિસ્તારના જમાલપુર ગામની છે. ત્યાંનો રહેવાસી અર્જુનસિંહે તેની પુત્રી અર્ચનાના લગ્ન બંશી પોલીસ સ્ટેશન વિસ્તારના અચલદાના રહેવાસી શિવમ સાથે કર્યા હતા. શિવમ ગ્રેજ્યુએટ છે. અર્જુનના જણાવ્યા અનુસાર, છોકરાને પસંદ કર્યા પછી લગ્નની તારીખ 20 જૂન નક્કી કરવામાં આવી હતી. લગ્ન પહેલા દહેજમાં મોટર સાયકલ અને અન્ય વસ્તુઓ પણ આપવામાં આવતી હતી.

કન્યાના પિતાના કહેવા મુજબ, જ્યારે વરરાજા જાનૈયાઓને લઈને 20 જૂને તેમના ત્યાં આવી પહોંચ્યા હતા, ત્યારે વરરાજાએ લગ્ન સમારંભમાં ચશ્મા લગાવી દીધા હતા, તે જોઈને મહિલાઓ આશ્ર્યચકિત બનવા લાગી હતી. મહિલાઓએ આ મામલે વિરોધ કર્યો હતો અને વરરાજાને ચશ્મા ઉતારવા કહ્યું હતું. જ્યારે વરરાજાએ ચશ્મા ઉતાર્યા ત્યારે મહિલાઓએ તેને હિન્દી અખબાર વાંચવાનું કહ્યું હતું.

નબળી દૃષ્ટિને કારણે, વરરાજા અખબાર વાંચી શકયો ન હતો, જેના પછી ત્યાં જોરદાર હંગામો થયો હતો. આ સમાચાર વિશે દુલ્હન અર્ચનાને જાણ થતાં જ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અચાનક બધા જ લગ્નમાં મોટો વિવાદ ઉભો થતા જે માટે પંચાયત બેઠી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે છોકરાની બાજુએ લગ્નનો ખર્ચ પાછો આપવો જોઈએ. પરંતુ છોકરાએ પક્ષે લગ્નનો ખર્ચ ચૂકવવાની ના પાડી.

આ પછી, કન્યા પક્ષ વતી ઓરૈયા કોટવાલીમાં ફરિયાદ આપીને છોકરાની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.