Not Set/ ઉત્તર પ્રદેશમાં મોબ લિંચિંગ પર મળશે આજીવન કેદની સજા

ઉત્તર પ્રદેશમાં વધી રહેલા મોબ લિંચિંગરની ઘટનાઓ પર કાબૂ મેળવવા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આ મામલાઓને ગંભીરતાથી લીધા છે. તેમની પહેલ પર, રાજ્ય કાયદા પંચે આવા બનાવો પર લગામ લગાવવા માટે સખત સજાની જોગવાઈ કરી છે. જેમા મોબ લિંચિંગનાં દોષીઓને સાત વર્ષથી લઇને આજીવન કેદ સુધીની સજાની ભલામણ કરવામાં […]

Top Stories India
cow vigilantism ઉત્તર પ્રદેશમાં મોબ લિંચિંગ પર મળશે આજીવન કેદની સજા

ઉત્તર પ્રદેશમાં વધી રહેલા મોબ લિંચિંગરની ઘટનાઓ પર કાબૂ મેળવવા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આ મામલાઓને ગંભીરતાથી લીધા છે. તેમની પહેલ પર, રાજ્ય કાયદા પંચે આવા બનાવો પર લગામ લગાવવા માટે સખત સજાની જોગવાઈ કરી છે. જેમા મોબ લિંચિંગનાં દોષીઓને સાત વર્ષથી લઇને આજીવન કેદ સુધીની સજાની ભલામણ કરવામાં આવી છે. આ સાથે, પોલીસ અધિકારી અથવા જિલ્લાધિકારી જે કામમાં બેદરકારી કરશે તેમને ઓછામાં ઓછા ત્રણ વર્ષ સજાની વાત પણ કરવામાં આવી છે.

લો કમિશનનાં અધ્યક્ષ (નિવૃત્ત) આદિત્ય નાથ મિત્તલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ મોબ લિંચિંગનાં અહેવાલ સાથે તૈયાર કરેલા ખરડા રજૂ કર્યા હતા. 128 પાનાનાં આ અહેવાલમાં, યુપીમાં મોબ લિંચિંગનાં અલગ-અલગ મામલાનો ઉલ્લેખ છે. જેમા 2018માં સુપ્રીમ કોર્ટે કરેલી ભલામણોનાં આધારે કાયદાનાં અમલીકરણની ભલામણ કરવામાં આવી છે. કમિશને ખાસ કરીને અહેવાલમાં જણાવ્યું છે કે, વર્તમાન કાયદો મોબ લિંચિંગનાં નિપટારામાં સક્ષમ નથી. આવી દુઃખદાયક ઘટનાઓ માટે અલગ કાયદો હોવો જોઈએ.

પંચે મોબ લિંચિંગની પ્રકૃત્તિનાં અનુરૂપ દોષીને 7 વર્ષથી લઇને આજીવન જેલ સુધીની સજાની સલાહ આપી છે. પંચે કહ્યુ કે, આ કાયદાને ઉત્તર પ્રદેશ મોબ લિંચિંગ નિષેધ એક્ટ નામ આપવામાં આવી શકે છે. પંચે પોતાની રિપોર્ટમાં પોલીસ અધિકારીઓ અને જિલ્લા અધિકારીઓની જવાબદારીઓને પણ નક્કી કરી છે. મોબ લિંચિંગ દરમિયાન જો તેમની ડ્યૂટીમાં બેદરકારીની વાત સામે આવે છે, તો તેમને દંડ આપવાની જોગવાઇ પણ છે. સાથે જ કહેવામાં આવ્યુ છે કે, પીડિત વ્યક્તિનાં પરિવારને ઈજા કે જાન-માલનાં નુકસાન પર વળતરની પણ જોગવાઇ હોવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 થી 2019નાં આંકડાઓ પર નજર નાખીએ તો યુપીમાં મોબ લિંચિંગનાં 50 કેસો સામે આવ્યા છે. જેમા 11 માં પીડિતની મોત થઇ ગઇ છે. લો કમિશન સેક્રેટરી સપના ચૌધરી કહે છે કે કમિશન દ્વારા ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી આ કાયદોની ભલામણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન