Not Set/ ઉત્તરાખંડનાં CM તીરથસિંહ રાવતની વધુ એકવાર જીભ લપસી

ઉત્તરાખંડનાં મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવત તેમના નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.

Top Stories India
1 74 ઉત્તરાખંડનાં CM તીરથસિંહ રાવતની વધુ એકવાર જીભ લપસી

ઉત્તરાખંડનાં મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવત તેમના નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એકવાર મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે આ પ્રકારનું નિવેદન આપ્યું છે જેના કારણે તેમણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા છે.

બાબા vs મેડિકલ / રામદેવની મુશ્કેલીમાં વધારો, 1 જૂને દેશભરમાં ડૉક્ટરો નોંધાવશે બ્લેક ડે પ્રોટેસ્ટ

આપને જણાવી દઇએ કે, શનિવારે ઉત્તરકાશીમાં કાર્યક્રમોનાં શિલાન્યાસ દરમ્યાન મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોને આઝાદી પછી નિઃશુલ્ક ખાંડ મળી નથી. તેમણે કહ્યું કે, તેમની સરકાર પહેલી સરકાર છે જે લોકોને દુઃખ, આપદા અને સંકટમાં ખાંડનું વિતરણ કરી રહી છે. તેમણે જાહેરાત કરી હતી કે, આગામી 3 મહિના સુધી, દરેક પરિવારને નિયંત્રણ દરે 2 કિલો ખાંડ આપવામાં આવશે. મુખ્યમંત્રીનાં આ નિવેદન બાદ ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઇ છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ‘દેશ આઝાદ થયો ત્યારથી ખાંડ કદી મળી ન હોતી. દુઃખ, સંકટ અને આપદામાં પણ નહીં.’ તેમણે કહ્યું કે, અમે અનાજની સાથે ત્રણ મહિનાની ખાંડ આપી રહ્યા છીએ. કહ્યું, મે ગઈકાલે જ કેબિનેટમાં આ પસાર કર્યુ છે. જો કે, બાદમાં મુખ્ય પ્રધાન કચેરીએ સ્પષ્ટતા કરી હતી કે આ આપદામાં પ્રથમ વખત અસરગ્રસ્તોને આપવામાં આવતી સામગ્રીમાં ખાંડનો સમાવેશ કરીને સમગ્ર રાજ્યને તેનો લાભ આપવામાં આવી રહ્યો છે.

લંડન / બ્રિટિશ PM બોરિસ જ્હોનસને ગુપ્ત રીતે પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન

રાષ્ટ્રીય ખાદ્ય યોજના હેઠળ, અગાઉ સરકારી કિરાણાની દુકાનમાં દરેક પરિવાર એકમ પ્રમાણે દર મહિને ખાંડ મેળવતો હતો. પરંતુ થોડા વર્ષો પહેલા આ યોજના બંધ કરી દેવામાં આવી હતી. હવે ફક્ત અંત્યોદય પરિવારોને રાશનકાર્ડ દીઠ એક કિલો ખાંડ મળે છે. બીજી તરફ, જો આપત્તિ સમયે મફત ખાંડ વિતરણની વાત કરીએ તો મુખ્યમંત્રીનું આ નિવેદન પણ ખોટું સાબિત થયું. કારણ કે દુર્ઘટના સમયે પણ, નિઃશુલ્ક ખાંડનું વિતરણ કરવામાં આવ્યું છે. તમને યાદ અપાવી દઇએ કે, 2013 ની આપત્તિ દરમિયાન સરકારી કિરાણાની દુકાન દ્વારા અસરગ્રસ્ત લોકોને 15 કિલો લોટ, 15 કિલો ચોખા, 3 કિલો ખાંડ, દસ લિટર કેરોસીન, કઠોળ, મસાલા વગેરે મફત આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આપદા અસરગ્રસ્ત ઉત્તરકાશી જિલ્લામાં 986 ક્વિન્ટલ, ચમોલીમાં 728 ક્વિન્ટલ, રૂદ્રપ્રયાગમાં 1090 ક્વિન્ટલ, બાગેશ્વરમાં 153 ક્વિન્ટલ, પિથૌરાગઢમાં 2182 ક્વિન્ટલ ખાંડની મફત ફાળવણી કરવામાં આવી હતી.

kalmukho str 26 ઉત્તરાખંડનાં CM તીરથસિંહ રાવતની વધુ એકવાર જીભ લપસી