Rajkot/ કાલે પ્રથમ દિવસે 900 લોકોને વેક્સિનેશન, 10ને બદલે 6 સ્થળો પર આયોજન :કલેકટર રેમ્યા મોહન

સમગ્ર દેશનાં વિવિધ જિલ્લાઓની સાથે રાજકોટમાં કોરોના વેક્સિનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત શહેરના અલગ-અલગ આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિનેશન

Top Stories Rajkot
અરવિંદ શર્મા 8 કાલે પ્રથમ દિવસે 900 લોકોને વેક્સિનેશન, 10ને બદલે 6 સ્થળો પર આયોજન :કલેકટર રેમ્યા મોહન

સમગ્ર દેશનાં વિવિધ જિલ્લાઓની સાથે રાજકોટમાં કોરોના વેક્સિનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત શહેરના અલગ-અલગ આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિનેશન માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારોમાં આવતી કાલે 10 જગ્યાને બદલે 6સ્થળ પર જ વેક્સિનેશન યોજવામાં આવશે. આવતીકાલે પ્રથમ દિવસે 900 લોકોને વ્યક્તિને આપવામાં આવશે.

Crime / ધોર કળિયુગ, પુત્રએ માતાનાં વાળ પકડી જમીન પર પછાડી લાફા માર્ય…

આ અંગે કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે કે કાલે 16 જાન્યુઆરી થી રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં 3 અને કોર્પોરેશન વિસ્તારમાં 6 જગ્યાએ યોજવામાં આવી રહ્યું છે. રાજકોટમાં કૃષિમંત્રીના હસ્તે વેક્સિનેશન કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. એક જગ્યા પર સો લોકોને વેક્સિન આપવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પ્રાથમિક તબક્કે રાજકોટ શહેરમાં 10 જગ્યા અને ગ્રામ્યમાં 5 જગ્યાએ વેક્સીન આપવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું પરંતુ હવે શહેરમાં 6 જગ્યાઓ પર અને ગ્રામ્ય માં 3 જગ્યા પર એક્સિડન્ટ આપવામાં આવશે. આમ કુલ પંદરને બદલે નવું સ્થળ ઉપર વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવશે.

BHARUCH / ખેડૂતને દિવસે વીજળી નું સ્વપ્ન હવે આવનાર સમયમાં વહેલી તકે પૂ…
રાજકોટ શહેરમાં છ સ્થળે વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં સિવિલ હોસ્પિટલ કૃષિમંત્રી આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં, પદ્મા કુવરબા હોસ્પિટલે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં, સની હોસ્પિટલ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ની ઉપસ્થિતિમાં, વોકહાર્ટ હોસ્પિટલ પર ધારાસભ્ય અશ્વિનભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં, જામનગર આરોગ્ય કેન્દ્ર પર ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્થિતિમાં તેમજ કોઠારીયા આરોગ્ય કેન્દ્ર પર સહકારી ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવશે.

આ વેક્સિનેશન કામગીરીને ત્રણ અલગ-અલગ રૂમમાં કરવામાં આવશે. જેમાંથી પ્રથમ રૂમમાં ડોક્યુમેન્ટની ચકાસણી અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન, બીજા રૂમમાં વેક્સિન આપવાનું તથા ખાસ બનાવેલા કોવિન સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાનું તેમજ ત્રીજા રૂમમાં વેક્સિનેશન આપ્યા બાદ 30 મિનિટ સ્ટેશન હેઠળ રાખવામાં આવશે તેમજ ફરી વખત કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરવામાં કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…