Vaccination/ આવતીકાલથી વરિષ્ઠોનું રસીકરણ : 60 વર્ષથી ઉપરના તમામને લાભ લેવા મુખ્યમંત્રીનો અનુરોધ

રાજ્યમાં કોરોના વેક્સિન વરિષ્ઠ નાગરિકો 60 વર્ષથી ઉપરની વય ના વડીલોને આવતી કાલ 1 માર્ચ થી આપવાનો પ્રારંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાતના 60 લાખ જેટલા સૌ વરિષ્ઠ વડીલોને આ રસીકરણ

Gujarat
vijay rupani. 1 આવતીકાલથી વરિષ્ઠોનું રસીકરણ : 60 વર્ષથી ઉપરના તમામને લાભ લેવા મુખ્યમંત્રીનો અનુરોધ

રાજ્યમાં કોરોના વેક્સિન વરિષ્ઠ નાગરિકો 60 વર્ષથી ઉપરની વય ના વડીલોને આવતી કાલ 1 માર્ચ થી આપવાનો પ્રારંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાતના 60 લાખ જેટલા સૌ વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના સામેની આપણી લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદાન અવશ્ય આપવા અપિલ કરી છે.મુખ્યમંત્રી એ રાજ્યના નાગરિકોને પણ હાર્દ ભરી અપિલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસ ના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણ માં યોગદાન આપે.મુખ્યમંત્રી એ આ અપિલ કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકારે સૌના આરોગ્ય ની ચિંતા કરીને કોરોના સામે શરુઆત થી જ લોકસહ્યોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠા થી કોરોના નો વ્યાપ વધતો અટકાવવામાં સફળતા મેળવી છે. હવે જ્યારે કોરોના સામે રસીકરણ અભિયાન પણ દેશભરમાં શરુ થયું છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકો ના સહકારથી આપણું રાજ્ય એમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે.

Hundreds of people volunteer to be infected with coronavirus

 

મતદાન / ગાંધીજી સાથે દાંડીકૂચમાં ભાગ લઈ ચુકેલા 105 વર્ષના જસદણના હીરાબા એ કર્યું મતદાન,આટલા વર્ષમાં એક પણ વખત ચૂક્યા નથી

વિજય ભાઈ રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે આ હેતુસર તાલીમ બદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે 30 હજાર જેટલા માનવ બળ ની સેવાઓ ઉપલબ્ધ બનવાની છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી જ.

India COVID-19 Vaccination: India Prepares To Vaccinate 300 Million, Size Of US Population, By July

Live Update / વિરમગામ અને ભાભરમાં મતદાન દરમિયાન મારામારી,પોલીસે કાબૂ મેળવવા કર્યો લાઠીચાર્જ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ 60 વર્ષથી વધુની વય ના હરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોના થી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેના જંગમાં સઘન આરોગ્ય સારવાર સુવિધાઓ ધન્વન્તરિ રથ, 104 હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિત ના અનેક પરિણામ કારી પગલાંઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે. મુખ્યમંત્રી એ આ સંદર્ભમાં ઉમેર્યું કે હવે સૌ વરિષ્ઠ વડીલો અવશ્ય પણે રસીના ડોઝ લઈને હારશે કોરોના જીતશે ગુજરાતના મંત્રને સાકાર કરી કોરોના સામેની લડાઈના આ અંતિમ તબક્કામાં વિજય મેળવે.

Political / પુડુચેરીમાં ગૃહમંત્રી અમિત શાહની ગર્જના : જૂઠ બોલવાનો એવોર્ડ નારાયણ સામીને મળવો જોઈએ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…