બોગસ ડોકટર/ દર્દીપર હુમલો કરનાર MD ડિગ્રી ધારક ડોક્ટર નીકળ્યો ઝોલાછાપ

કોરોના કાળમાં ડોક્ટર ને લોકો એ ભગવાન સમાન ગણવા લાગ્યા છે. લોકો ના જીવ બચાવવા પોતાના જીવને પણ જોખમમાં મુકનાર ડોક્ટર એક સાચા કોરોના વોરિયર્સ સાબિત થયા છે.

Gujarat
vadiya દર્દીપર હુમલો કરનાર MD ડિગ્રી ધારક ડોક્ટર નીકળ્યો ઝોલાછાપ
  • વડિયા માં દર્દીપર હુમલો કરનાર MD ડિગ્રી વાળો ડોક્ટર બોગસ નીકળ્યો અનેક લોકો ના આરોગ્ય સાથે છેડા.. !
  • ફિલિપાઇન્સ ની MD ની ડિગ્રી વાળા ડોક્ટર MCI ની પરીક્ષા માં નાપાસ, છતા હોસ્પિટલ કરી દર્દી તપસ્યા
  • ખોટા રજીસ્ટ્રેશન નંબર થી હોસ્પિટલ ચલાવતી હતી તંત્ર અને પ્રમાણપત્ર સાથે પણ ચેડા કર્યા

@પરેશભાઈ, મંતવ્ય ન્યુઝ, અમરેલી 

કોરોના કાળમાં ડોક્ટર ને લોકો એ ભગવાન સમાન ગણવા લાગ્યા છે. લોકો ના જીવ બચાવવા પોતાના જીવને પણ જોખમમાં મુકનાર ડોક્ટર એક સાચા કોરોના વોરિયર્સ સાબિત થયા છે. પરંતુ વડિયા માં ફિલિપાઇન્સ થી MD ડોક્ટર ની પદવી લઈને શ્રીનાથજી હોસ્પિટલ નામથીઢોળવા નાકા પાસે હોસ્પિટલ શરુ કરનાર સાગર પ્રાગજીભાઈ પટોડીયા એ દિવાળી પેહલા એક દર્દીને રિએક્શન આવતા ફરી તેમની પાસે જતા તે દર્દી અને વડિયા ના ઉપ સરપંચ પર હિચકારો હુમલો કરતા દર્દી લોહી લુહાણ થયા હતા.

આ દર્દી હજુ સારવાર હેઠળ છે. ત્યાર બાદ આ સાગર પટોડીયા નામના બોગસ ડોક્ટર દ્વવારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. આ ઘટના બાદ આ ડોક્ટર ની ડિગ્રી બોગસ હોવા અને MCI ની માર્કશીટ ના ડોક્યુમેન્ટ માં પણ છેડછાડ કર્યા ની વાત વાયુવેગે વડિયા વિસ્તારમાં ફેલાઈ હતી. ગામના જાગૃત લોકો દ્વવારા આ બાબતે ઉચ્ચ અધિકારીઓ ને રજુવાત કરતા તે ડોક્ટર ની ડિગ્રી બાબતે અને હોસ્પિટલ ના રજીસ્ટ્રેશન બાબતે તપાસ કરાતા અનિડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો. હાર્દીક પીઠવા દ્વવારા તપાસ કરતા આ ડોક્ટર ની શ્રીનાથજી હોસ્પિટલ નુ રજીસ્ટ્રેશન તેમના લેટર પેડ પરથી GMC Reg. G11012 હતુ.

વાસ્તવમાં આ ડોક્ટર દ્વવારા કોઈ હોસ્પિટલ કે પ્રેક્ટિસ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જ નથી તેવું માલુમ પડ્યું છે. આ ઉપરાંત આ સાગર પટોડીયા નામના ફિલિપાઇન્સ માં મેડિકલ નો અભ્યાસ કરેલ હોય તેમને ભારત માં પેક્ટિસ કરવા માટે M. C. I. ની પરીક્ષા પાસ કરવાની હોય છે.

આ પરીક્ષા ડિસેમ્બર 2019માં તેઓએ આપેલ પરંતુ તેમાં તેઓ નાપાસ થયેલા છે. આ પરીક્ષા પાસ કર્યા વગર વિદેશ ની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ ભારત માં પ્રેક્ટિસ કરી શકતો નથી પરંતુ આ મારકૂટ માં ઉંચી નામના મેળવેલ ડોક્ટર વાસ્તવ માં બોગસ ડોક્ટર નીકળતા તેમના વિરુદ્ધ અનિડા પીએચસી ના ડો. પીઠવા દ્વવારા પુરાવા એકત્ર કરી રજીસ્ટ્રેશન વગર હોસ્પિટલ ચાલુ કરવા, ખોટા રજીસ્ટ્રેશન નંબર લગાડવા MCI ની પરીક્ષા પાસ કર્યા વગર દર્દી ને દવા આપી પેક્ટિસ કરવા બાબતે આઈ પીસી કલમ 406, 420 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963અન્વયે ની કલમ 30 અને 35 મુજબ ફરિયાદ નોંધાતા વડિયા વિસ્તારમાં માં ગલીએ ગલીએ આ બોગસ ડોક્ટર ની ચર્ચા ચારે કોર સાંભળવા જોવા મળી છે.

વાસ્તવ માં આવા વિદેશ માં પૈસા ના બળ પર અભ્યાસ કરી દેશના મેડિકલ કાઉન્સિલની પરીક્ષા પાસ ના કરી શકે તેવા બોગસ ડોક્ટર ક્યારેય મેડિકલ ક્ષેત્ર માં સફળતા મેળવી શકે નહિ અને આ ઘટના જેમ જ દર્દીઓ ને સાજા કરવાનાં બદલે હુમલા ના બનાવ સામે આવે છે આવા લોકો ના આરોગ્ય સાથે છેડા કરતા અને લોકો ની જિંદગી જોખમ માં મુકતા બોગસ ડોક્ટર પર કડક માં કડક કાર્યવાહી થાય તેવી લોક માંગણી થઇ રહી છે.