Not Set/ વડોદરામાં નશામાં ધુત યુવક મિત્રએ દુષ્કર્મ આચરતા 19 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

રાજ્યમાં એક પછી એક આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવામાં વડોદરાથી વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરમાં 19 વર્ષીય યુવતી સાથે તેના જ મિત્રોએ દુષ્કર્મ આચરતા આપઘાત કર્યો છે.

Top Stories Gujarat Vadodara
A 160 વડોદરામાં નશામાં ધુત યુવક મિત્રએ દુષ્કર્મ આચરતા 19 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

રાજ્યમાં એક પછી એક આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવામાં વડોદરાથી વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરમાં 19 વર્ષીય યુવતી સાથે તેના જ મિત્રોએ દુષ્કર્મ આચરતા આપઘાત કર્યો છે. ત્યારે આવમાં આ ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. હાલ આ મામલે પોલીસે કેસ નોંધી યુવતીના બંને મિત્રોની ધરપકડ કરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, લક્ષ્મીપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ગુરુવારે સવારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બપોરે તેના પરિવારજનોને જાણ થતા તેમણે પોલીસને આ વિશે જાણ કરી હતી. હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જોકે, પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો કે, આ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હતું.

આ પણ વાંચો :કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકાર સતર્ક, વેપારીઓ માટે પણ રસીકરણ અભિયાન બનાવાયું સખ્ત

આ વિદ્યાર્થીની ભાડાના મકાનમાં રહેતી હતી તે દરમિયાન અન્ય ત્રણ યુવકો સાથે મિત્રતા બંધાઈ હતી આપઘાત પહેલા મૃતક વિદ્યાર્થીનીએ ત્રણ મિત્રો સાથે રાત્રે રૂમમાં દારૂની મહેફીલ માણી હતી. અને નશા હાલતમાં વિદ્યાર્થીનીના મિત્ર દિશાંત કહારે તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું મનાઈ રહ્યું છે.

સવારે સગર યુવતીએ મિત્રને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને આપઘાત પહેલા સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો ત્યારબાદ સગીર યુવતીએ નજીકમાં રહેતા પિતાના ઘરે જઈ ગળે ફાંસે ખાઈને આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો :ડાયરેક્ટર આયશા સુલ્તાના વિરુદ્ધ રાજદ્રોહ કેસ, કોવિડ વિશે જુઠાણું ફેલાવાનો આરોપ 

પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિની શહેરના એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.પોલીસે તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં જ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો, જેમાં હકીકત બહાર આવી હતી કે 6 માસ પૂર્વે માતાનું અવસાન થતાં યુવતી ભાડેથી ઘર રાખીને રહેતી હતી અને ખાનગી કંપનીમાં જોબ કરતી હતી.

મંગળવારે સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર ડ્રિન્ક્સ પાર્ટી રાખી હતી. જ્યાં તમામે દારૂનો નશો કર્યા બાદ યુવતીએ ભાન ગુમાવતાં દિશાંત નામના યુવકે ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ કર્યું હતું. પોલીસે યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા બે લોકોની ધરપકડ કરી લીધી છે જોકે મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે જો કે પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે

આ પણ વાંચો :આજથી ગુજરાતના મોટાભાગના મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલ્યા

યુવતીએ આપઘાત પહેલા આપવીતીનો વીડિયો બનાવ્યો હતો. તેમજ યુવતી પાસેથી પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેણે આપઘાત પૂર્વે બનાવેલા વીડિયોમાં પિતાને સંબોધી કહ્યું હતું કે, પપ્પા મને મારી ભૂલ સમજાઇ ગઇ છે, આઇ લવ યુ પપ્પા.

લક્ષ્મીપુરા પોલીસે યુવતીના બંને મિત્રો દિશાંત કહાર અને નઝીર મિર્ઝાની ધરપકડ કરી છે. જોકે, બીજી તરફ પિતાએ ન્યાય ન મળે ત્યાં સુધી દીકરીનો મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો હતો.

આ પણ વાંચો :બોટાદ નર્મદાની LD-6 કેનાલનું અધુરું કામ પૂર્ણ કરવા કારોલના ગ્રામજનોની માંગ