વડોદરા/ પોલીસ સ્ટેશનમાંથી જ આરોપી ગાયબ

કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફ હરી સિંધી સામે વડોદરા સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ સહિત 12 ગુના નોંધાયેલા છે.

Gujarat Vadodara
વડોદરા

વડોદરામાં પોલીસની કામગીરી ઉપર સવાલ કરતો કિસ્સો બન્યો છે. શહેરનો કુખ્યાત બુટલેગર હરી સિંધી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયો છે. વરણાના પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની છે. જ્યાં વહેલી સવારે PSOની નજર ચૂકવી હરી સિંધી ફરાર થઈ ગયો હતો. શહેરના PCBએ આ બુટલેગરની ધરપકડ કરી હતી અને ફરીથી બુટલેગરની શોધખોળ કરી રહી છે. નોંધનીય છે કે કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફ હરી સિંધી સામે વડોદરા સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ સહિત 12 ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત હરણી પોલીસ, કિશનવાડી પોલીસ, બાપોદ પોલીસ, વાડી પોલીસ, માંજલપુર પોલીસ તેમજ વડોદરા જિલ્લાના વરણામા અને તાલુકા પોલીસ મથક મળી કુલ 26 ગુના નોંધાયેલા છે.

વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલી ટી-12, રૂમ નંબર-168 એસ.કે. કોલોનીમાં રહેતા હરેશ ઉર્ફ હરી ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રીય (સિંધી)ની તા.30 માર્ચ-2022ના રોજ PCB શાખાના પી.આઇ. જે.જે. પટેલના સ્ટાફના એ.એસ.આઇ. હરીભાઇ, પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ પોલીસ કોન્સ્ટેબલ મહોબતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહે માહિતીના અમદાવાદ નરોડા ગેલેક્ષી પાસેથી કાર સાથે ઝડપી પાડ્યો હતો. વડોદરા જિલ્લા પોલીસ તંત્રના વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુના અંગે પોલીસે તેનો કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને કબજો લીધો હતો અને વરણામા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે બુધવારે વહેલી સવારે 4 વાગે બુટલેગર હરેશ ઉર્ફ સિંધી ફરજ પરના કર્મીઓને દગો આપી ફરાર થઇ ગયો હતો. કુખ્યાત બુટલેગર ફરાર થઇ જતાં જિલ્લા પોલીસ તંત્રએ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો: પંજાબની જીત બાદ હિમાચલ પ્રદેશમાં AAPની એન્ટ્રી, આજે મંડીમાં કેજરીવાલ અને ભગવંત માનનો રોડ શો

આ પણ વાંચો:ગુજરાતની શાળાઓ માટે વિશ્વ બેંક અને AIIB 7,500 કરોડ રૂપિયાની લોન આપશે

આ પણ વાંચો:મુર્તઝાના ઘરેથી મળી એરગન, ટેરેસ પર શૂટીંગ શીખતો હતો,પત્નીની પણ પુછપરછ