Election/ વડોદરા કોંગ્રેસની બીજી યાદી જાહેર, હજી 7 ઉમેદવારની જાહેરાત મુદ્દે સસ્પેન્સ

વડોદરા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાનાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે. બીજી યાદીમાં કોંગ્રેસનાં 49 ઉમેદવારોનાં નામ જાહેર કરાયા છે. આપને જણાવી દઇએ કે,

Gujarat Vadodara
Congress Logo વડોદરા કોંગ્રેસની બીજી યાદી જાહેર, હજી 7 ઉમેદવારની જાહેરાત મુદ્દે સસ્પેન્સ

વડોદરા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાનાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે. બીજી યાદીમાં કોંગ્રેસનાં 49 ઉમેદવારોનાં નામ જાહેર કરાયા છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધી કોંગ્રેસનાં 69 ઉમેદવાર જાહેર થઇ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, હજી 7 ઉમેદવારની જાહેરાત મુદ્દે સસ્પેન્સ સર્જાઇ રહ્યું છે. જો કે, બીજી યાદીમાં કોંગ્રેસના ચિરાગ ઝવેરી મુદ્દે  સસ્પેન્સ સમાપ્ત થઇ ચૂક્યું છે અને વોર્ડ 18માંથી કોંગ્રેસે ચિરાગ ઝવેરીને ટિકિટ આપી છે. સાથે સાથે વોર્ડ 1માં અમી રાવતને પણ કોંગ્રેસે ટિકિટ આપી હોવાની વિગતો સામે આવી રહી છે. આપને જણાવી દઇએ કે, વોર્ડ 1નાં કોંગ્રેસનાં સીટીંગ કાઉન્સિલર અતુલ પટેલની ટિકિટ કપાય છે.

ઉલ્લેખનીય છે કે, યાદી જાહેર કરવામાં આવતાની સાથે જ વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ભડકો થયો હોવાની વિગતો સામે આવી હતી. વોર્ડ 14માં પોતાનાં નેતાને ટિકિટ ન મળતાં કાર્યકરોનો કકળાટ જોવામાં આવ્યો હતો. વોર્ડ 14માં સન્ની ચૌહાણને ટિકિટ મળતાં પાર્ટી કાર્યાલયે કાર્યકર્તા દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વડોદરા કોંગ્રેસમાં એવી પણ ચર્ચા જોવામાં આવી હતી કે, સૌથી વધુ સભ્યો બનાવનારને કોંગ્રેસે ટિકિટ ન આપી. સાથે સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં હસ્તે સન્માનિત કાર્યકરને પણ કાપ્યા.

વડોદરાનાં કોંગ્રેસનાં જાહેર કરાયેલા ઉમેદવારો
1
રાવત અમિબેન નરેન્દ્રભાઇ
પટેલ હરીશભાઇ
2
પઢીયાર રંજનબેન પ્રવિણભાઇ
સવાણી મનસુખભાઇ
3
રાવલ કૃતિબેન એન.
5
માછી ગીતાબેન
બામલેકર હેમાબેન
કાપડીયા કિરણભાઇ
શાહ મનોજભાઇ
6
સોલંકી હેમાંગીનીબેન વિપ્રેશ
સોલંકી પારૂલબેન પ્રભુભાઇ
પઠાણ જુનેદભાઇ
આમરે હેમંતભાઇ
7
રાજપુત મીનાબેન
અમીન ભાવીકભાઇ
8
સોઠા ફાલ્ગુનીબેન તખતસિંહ
ચૌહાણ મલપાબેન ઘનશ્યામસિંહ
દેસાઇ હિતેષભાઇ
પંડ્યા ઘનશ્યામભાઇ એલ.
9
વસાવા મીનાબેન
સોલંકી મનુભાઇ
પરમાર બળવંતસિંહ
10
પરમાર કિંજલબેન
નાયક ગૌતમભાઇ
11
સૈયદ સોહાના
ચોક્સી જ્યેશભાઇ
12
સલગાવોકર નીલાબેન
ચાવડા રેખાબેન
ભટ્ટ જયકુમાર
13
પટેલ અલ્પાબેન
મકવાણા રાજુભાઇ
14
પટેલ જીજ્ઞાશાબેન
ઘોટીકર અમીતભાઇ
સૈયદ જુનેદભાઇ
15
પટેલ પ્રિયંકાબેન
વ્યાસ જીજ્ઞાબેન
વસાવા કમલેશભાઇ
16
તંબી સુવર્ણાબેન
સુતરીયા કમલેશભાઇ
17
ડૉ. ત્રિવેદી રિધ્ધીબેન
નગરશેઠ ધનલક્ષ્મીબેન ડી.
વાંદરા અમીત
18
પંચાલ અલ્પાબેન
પટેલ મનિષાબેન
બુમબાલીયા વિજયભાઇ
ઝવેરી ચિરાગભાઇ
19
રાઠવા નયનાબેન
રાજ લક્ષ્મી
રાજપુત ધર્મેન્દ્રસિંહ

 

જુઓ કોંગ્રેસની બીજી યાદી સાથેની સંપૂર્ણ વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ – વડોદરા કોંગ્રેસની બીજી યાદી જાહેર | Congress | Candidate List | Vadodara

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…