Not Set/ વડોદરા GIDCમાં કોરોના વિસ્ફોટ, આશરે 40 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત

નંદેસરી GIDCમાં આવેલી કંપનીઓમાં કોરોનાના મોટા પાયે કેસ સામે આવ્યા છે. અંદાજીત 400 જેટલા કર્મચારી પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. કર્મચારીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Vadodara
સ૫ 4 વડોદરા GIDCમાં કોરોના વિસ્ફોટ, આશરે 40 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત

ગુજરાત રાજ્યમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના વાઇરસના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે વડોદરા ખાતે કોરોના વિસ્ફોટ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં GIDC વિસ્તરમાં એક સાથે 40 થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા GIDCની નામાંકિત કંપનીઓમાં કોરોના બ્લાસ્ટ થયો છે. નંદેસરી GIDCમાં આવેલી કંપનીઓમાં કોરોનાના મોટા પાયે કેસ સામે આવ્યા છે. અંદાજીત 40 જેટલા કર્મચારી પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. કર્મચારીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દિપક નાઈટ્રેટ, સુદકેમી, અને રણોલી GIDCમાં કોરોનાના કેસ મોટા પાયે મળી આવ્યા છે. હાલ તો પોઝીટીવ કર્મચારીઓને હોમ્કોરોન્ટાઇન કરાયા છે.

ઉલ્લેખનીય છે કે આજે વડોદરા ખાતે તંત્ર દ્વારા મોતનો સાચો આંક છુપાવવામાં આવતો હોવાની હકીકત પણ સામે આવી છે. વડોદરા ખાતે મ્યુ.કમિશ્નરનાં બજેટનાં નિવેદનમાં ૧૬૦૦ મોતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જયારે પાલિકાના ચોપડે માત્ર ૨૪૯  મોત દર્શાવવામાં આવ્યા છે. મ્યુ.કમિશ્નર અને આરોગ્ય વિભાગનાં આંકડામાં જમીન આસમાન જેવો તફાવત જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020-21માં ફાયરબ્રિગેડે કોરોનાની 1600 બોડીનો નિકાલ કર્યો હતો. જ્યારે આરોગ્ય વિભાગનાં ચોપડે કોરોનાથી ફક્ત 249 મોત દર્શાવવામાં આવ્યા છે.  મ્યુ.કમિશ્નર અને આરોગ્ય વિભાગનાં આંકડામાં 1351નો તફાવત જોવા મળી રહ્યો છે.