Vadodara/ ફાર્મ હાઉસમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો

ફાર્મ હાઉસમાં દારૂનાં જથ્થાનો સંગ્રહ કરાતો હતો. અને મળતી વિગતો અનુસાર ફાર્મ હાઉસ ભાડે રાખી શરાબનો વેપલો થતો હતો.

Top Stories Gujarat Vadodara
daru ફાર્મ હાઉસમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં વહેતી દારૂની નદીઓના વધુ એકવાર પુરાવા સામે આવ્યા છે. વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડીને એક ફાર્મ હાઉસમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે.

gujarat / કોંગ્રેસે કોલર ટ્યુન મુદ્દે ચૂંટણીપંચમાં કરી ફરિયાદ તો CMએ ક…

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના શેરખી- ભીમપુરાનાં ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પડ્યા હતા. ફાર્મ હાઉસમાંથી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા થી સ્પષ્ટ થાય છે કે વડોદરા તાલુકા પોલીસ દારૂ મુદ્દે ઉંઘતી ઝડપાઇ છે.

bihar elections / ક્યારેક વાંસળી, તો ક્યારેક સાયકલ… અલગ અંદાજમાં તેજ પ્ર…

નોધનીય છે કે, અહીં ફાર્મ હાઉસમાં શરાબનાં જથ્થાનું કટિંગ થતું હતું. અને દારૂનો જથ્થો જુદાં જુદાં સ્થળોએ મોકલાતો હતો. ફાર્મ હાઉસમાંથી શરાબનો જથ્થો ભરેલી કાર સાથે એકની અટકાયત પણ કરવામાં આવી છે. વધુમાં ફાર્મ હાઉસમાં દારૂનાં જથ્થાનો સંગ્રહ કરાતો હતો. અને મળતી વિગતો અનુસાર ફાર્મ હાઉસ ભાડે રાખી શરાબનો વેપલો થતો હતો.

Business / ડુંગળીમાં સરકારે ફરી લાગુ કરી સ્ટોક લીમીટ…