#vadodra_express_way/ માત્ર 24 કલાકમાં 2 કિલોમીટર લાંબો હાઇવે નિર્માણ કરીને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે એ નોંધાવ્યા 4 વર્લ્ડ રેકોર્ડસ

ગુજરાતના વડોદરા શહેરને મુંબઈ અને દિલ્હી સાથે સીધા જોડનારા એક્સપ્રેસવે એ ચાર વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધા છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં વડોદરા થી ભરૂચ એક્સપ્રેસવેનું કામ

Top Stories Gujarat
1

ગુજરાતના વડોદરા શહેરને મુંબઈ અને દિલ્હી સાથે સીધા જોડનારા એક્સપ્રેસવે એ ચાર વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધા છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં વડોદરા થી ભરૂચ એક્સપ્રેસવેનું કામ ચાલી રહ્યું છે.આ દરમિયાન મંગળવારે 2 ફેબ્રુઆરીએ 2 કિલોમીટર લાંબો અને 18.75 મીટર પહોળો હાઈવે માત્ર 24 કલાકમાં રાતોરાત તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ માટે 1.10 લાખ સિમેન્ટની થેલીઓ અને 500 ટન બરફનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આચાર વર્લ્ડ રેકોર્ડમાં સૌથી પહેલો 12 હજાર ટન સિમેન્ટ કોંક્રિટના ઉત્પાદન કરવાનો છે. બીજો આખો કોંક્રિટ આટલી ઝડપથી પાથરવાનો, ત્રીજો એક ફૂટ પહોળો અને 18.75 મીટર પહોળાઈમાં નિર્માણ કરવામાં આવ્યું છે,  ચોથો રિજીડ પેવમેન્ટ કવોલીટીને મેન્ટેન કરવાનો છે. આ ચારેય કામ માત્ર 24 કલાકની અંદર કરી દેવામાં આવ્યા છે, અને આ રીતે એક્સપ્રેસ 2 એકસાથે ચાર-ચાર વર્લ્ડ રેકોર્ડ પોતાના નામ પર નોંધાવી દીધા છે.

Maharastra / વિધાનસભાની ચૂંટણીઓ ઇવીએમ સાથે બેલેટ પેપરનો પણ વિકલ્પ થશે ઉપલબ્ધ

1

Vaccine / યુએસ માર્કેટમાં ધૂમ મચાવશે ભારતની દેશી કોરોના રસી, ભારત બાયોટેકએ કર્યા કરાર

દેશ માટે Milestone : અરવિંદ પટેલ

આ રેકોર્ડ વિશે પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના એમડી અરવિંદ પટેલે જણાવ્યું હતું કે ભારતના નિર્માણમાં આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. અમે આવો રેકોર્ડ બનાવ્યો છે કે જેને જલ્દીથી તોડવો મુશ્કેલ રહેશે. વાત માત્ર રેકોર્ડ બનાવવાની નથી. આધુનિક ભારતની તસવીર વિશેની છે, ‌ અમે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાને એક બેન્ચમાર્ક સેટ કરીને આપ્યુ છે. આ એક્સપ્રેસવે નિર્માણમાં હવે તેજી આવશે.કારણ કે અમારા પ્લાન્ટમાં હવે દર કલાકે 840 ક્યુબિક મીટર સિમેન્ટ કોંક્રીટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

1

 

મશીન સાથે બેજોડ પ્લાનિંગ : ડોક્ટર મનીષ વિશ્ર્નોઇ

આ વિશે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ડોક્ટર મનીષ વિશ્ર્નોઇ એ જણાવ્યું હતું કે સતત 24 કલાક સુધી પેવમેન્ટ ક્વોલીટીનું કોન્ક્રીન્ટિંગ મશીન અને જબરજસ્ત પ્લાનિંગ વચ્ચે બેજોડ કામગીરી દર્શાવવામાં આવી છે. બસ એન્જિનિયરના આ કમાલે એકસાથે ચાર-ચાર રેકોર્ડ બનાવી દીધા છે. જે વિભાગમાં એક્સપ્રેસ બનાવવામાં આવ્યું છે તે મૂળ રૂપ જમીનથી અંદાજિત 15 ફૂટની ઊંચાઈ પર છે.

1

Gandhinagar / રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા PI હિતેશ ગઢવીએ કહ્યું, હજુ વધુ સારી કામગીરી કરવી છે અને….

20 કરોડ રૂપિયાના ત્રણ મશીનનો ઉપયોગ

વિશ્વભરમાં એક સાથે 16 મીટર પહોળો એક્સપ્રેસવે તૈયાર કરવા માટે કોંક્રિટ લેયર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ એક્સપ્રેસ રે 18.75 મીટર પહોળો છે અને તેના કારણે પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક ખાસ જર્મનીથી 20 કરોડ રૂપિયાની કિંમતના ત્રણ મશીનો ખરીદ્યા હતા. જે લગભગ 1200 કિલોમીટર લાંબા એક્સપ્રેસવેના ગુજરાતમાં 30 કિમીનું નિર્માણ પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

1

આ રીતે થયું રાતોરાત કામ

1

જેમાં 1250 લોકો એ કામ કર્યું છે.

માલ વહન કરવા માટે 115 ટીપર્સ ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મેકેનિકલ વિભાગમાં 300 લોકોની ટીમ તૈનાત કરવામાં આવી હતી.

Political / કોંગ્રેસમાં જોડાવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુનું મોટું નિવેદન, કહ્યું….

1.5 લાખ લીટર એસ એચ ડી નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

5 લાખ કિલોગ્રામ બરફનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

1.3 લાખ કિલો ડોએલ બારટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

80,000 કિલો મિક્સચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એક્સપ્રેસ-વે ની ખાસિયત

આ હાઇવેના નિર્માણમાં તેના ટકાઉ ક્ષમતાનું વિશેષ રૂપથી ધ્યાન રાખવામાં આવ્યું છે. જેના કારણે 4.5 પાંચ મીટર અંતરાલ પર સિમેન્ટ કોન્ક્રીટની સાથે 32 એમએમ લોઢાના સળીયા પણ નાખવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…