Not Set/ વડોદરા નવલખી દુષ્કર્મ કેસ બન્ને આરોપીઓ દોષિત જાહેર, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

2019 માં વડોદરાના નવલખી ગ્રાઉન્ડ નજીક સગીરા પર થયેલા ગેંગરેપના કેસમાં બન્ને આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

Gujarat Vadodara
વડોદરા

રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા વડોદરાના નવલખી સામુહિક દુષ્કર્મ કેસમાં આજે ચુકાદો આવ્યો છે. 2019 માં વડોદરા નવલખી ગ્રાઉન્ડ નજીક સગીરા પર થયેલા ગેંગરેપના કેસમાં બન્ને આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 28 નવેમ્બર 2019ના રોજ પીડિતા અને તેનો મંગેતર નવલખી ગ્રાઉન્ડમાં બેઠા હતા. ત્યારે આરોપી કિશન માથાસુરીયા અને જશા સોલંકી નામના બે શખસે સગીરાના મંગેતરને ડરાવી ધમકાવી માર મારી ભગાડી મૂકી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયા બાદ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :જંગલના રાજા સિંહને કાચબાએ હંફાવ્યો, ઘટના બની એવી કે તમે જાણીને…

આપને જણાવી દઈએ કે, પોક્સો કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા અને તેમાં જજ આર.ટી. પંચાલ દ્વારા તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જજે વર્ચ્યુઅલ પદ્ધતિથી સુનાવણી પ્રક્રિયા હાથ ધરી ચુકાદો આપ્યો છે. જેમાં બંને આરોપીઓને આજીવન કેદની સજા કરાઈ છે. ફરિયાદ પક્ષે ફાંસીની માંગ કરી હતી પરંતુ પીડિતા જીવિત હોવાથી કોર્ટે આ માગણી ના સ્વીકારી.

દુષ્કર્મકાંડના કેસમાં આરોપીઓ સામે આઇપીસીની કલમ 376 (2) (એમ) (એન), 376 (3), 376 (ડી) (એ), 377, 363, 394, 323, 506 (2) અને 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોક્સોની કલમ 4 (2) , 6(1), 8, 10 અને 17 પણ લગાવવામાં આવી હતી.

28 નવેમ્બર 2019ના દિવેસ યુવતી પર દુષ્કર્મ થયું હતું. બંને પક્ષોની દલીલો પૂર્ણ થતાં સ્પેશિયલ કોર્ટ આજે વર્ચ્યુઅલ ચુકાદો આપ્યો હતો. મંગેતર સાથે ફરવા ગયેલી યુવતીને ઝાડી-ઝાંખરામાં ઢસડી જઈને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. લાંબો સમય વડોદરા પોલીસ આ કેસમા તપાસ કરી રહી હતી, પણ કંઈ હાથ લાગ્યુ ન હતુ.

આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડીને વડોદરા પોલીસના હવાલે કર્યા હતા. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે બનાવને રેરેસ્ટ ઓફ ધી રેર ગણી આરોપીઓને ફાંસીની સજા આપવા લેખિતમાં રજુઆત કરી હતી. બંને પક્ષે તમામ દલીલો પૂર્ણ થઈ છે ત્યારે આજે સ્પોશિયલ કોર્ટના ન્યાયધિશ આરટી પંચાલે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો :અમદાવાદ બ્લાસ્ટ કેસમાં દોષિતોની સજા અંગેની સુનાવણી થઈ પૂર્ણ, 11 ફેબ્રુઆરીએ થશે આગળની સુનાવણી

આ પણ વાંચો :ભચાઉમાં સગીરા સાથે હેવાનિયત, શાળાની બહારથી ઉપાડી જઈ વિધર્મી યુવકોએ આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો :ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે 13 વર્ષના સગીરની ગળા ટુપો દઈ નિર્મમ હત્યા કરાઈ

આ પણ વાંચો :કોરોના વેકિસનના 10 કરોડ ડોઝનો લક્ષ્યાંક પાર કરનાર ગુજરાત રાજ્યની અનોખી સિદ્ધિ