Vadodara/ કોરોનાના કહેર વચ્ચે આ હોસ્પીટલમાં નર્સિંગ સ્ટાફને બે મહિનાથી પગાર જ નથી મળ્યો

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે. જોકે ચોક્કસથી રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોધાયો છે. પરંતુ કોરોના નાબુદ  તો નથી જ થયો. ત્યા

Top Stories Gujarat Vadodara
ધાનેરા નગરપાલિકા કોરોનાના કહેર વચ્ચે આ હોસ્પીટલમાં નર્સિંગ સ્ટાફને બે મહિનાથી પગાર જ નથી મળ્યો

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે. જોકે ચોક્કસથી રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોધાયો છે. પરંતુ કોરોના નાબુદ  તો નથી જ થયો. ત્યારે કોરોનાકાળમાં ખડે પગે દર્દીઓની સેવા કરવાવાળા ફ્રન્ટ લાઈન વોરિયર એટલે કે આરોગ્ય કર્મચારીઓને અવાર નવાર પોતાની માંગની ઓ માટે નીતનવા ગતકડા કરવા પડે છે. જે બહુ જ શરમજનક છે.

આવું જ કાઈ વડોદરાની સયાજી હોસ્પીટલમાં બન્યું છે.  અહીં નર્સિંગ સ્ટાફને છેલ્લા બે મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાની સયાજી હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓની પગારની માંગણીને હજુ કોન્ટ્રાક્ટર દ્વારા સંતોષવામાં નથી આવી.  ત્યારે તે પહેલાં જ કોન્ટ્રાક્ટનાં નર્સિંગ સ્ટાફે હવે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બાયો ચડાવી છે. સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા હંગામી નર્સિંગ સ્ટાફે આજે સુપ્રિટેન્ડેન્ટ ઓફિસ ખાતે એકત્રિત થઇ મેડિકલ તેમજ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપી બે મહિનાથી બાકી પગાર વહેલા કરવામાં આવે તેવી માંગ કરી છે. જો માંગણીઓ પૂરી નહિ કરવામાં આવે તો હડતાલની પણ ચીમકી ઉચારવામાં આવી છે.

નોધનીય છે કે, રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 2.5 લાખની નજીક પહોચવા આવી છે. રાજ્યમાં કુલ સંક્રમીતોની સંખ્યા 2 લાખ 45 હજાર થી વધુ છે. જયારે 9800થી વધુ એક્ટીવ કેસ છે. 4306દર્દીઓએ કોરોનાના કાલનો શિકાર બની ચુક્યા છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો