વડોદરા,
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવાની ગેંગ સક્રિય થઈ હોવાની અફવા ફેલાઈ છે જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યાં છે. વડોદરામાં પણ બાળકોને ઉઠાવી જવાની અફવા મામલે વધુ એક યુવકની મારપીટ કરવામાં આવી હતી.
વડોદરામાં વાઘોડિયા તાલુકાનાં ગજાદરા ગામમાં શંકાનાં આધારે ગ્રામજનોએ યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ યુવકને દોરડાથી બાંધીને એટલી હદે મારવામાં આવ્યો હતો કે જોઈને કંપારી ઉપજી આવે.
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. અમદાવાદ,સુરેન્દ્નગર અને સુરતમાં પણ આવી જ રીતે નિર્દોષ લોકની મારપીટ કરવામાં આવી હતી. અમદાવાદમાં તો યુવતીને ટોળાએ એટલો ઢોરમાર માર્યો હતો કે તેનું મોત નીપજ્યું હતું




