Not Set/ વડોદરા/ જાણો ક્યાં-ક્યાં ખાનદાની શકુનિઓ જુગાર રમતા ઝડપાયા..?

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં માતાના મંદિરના કમ્પાઉન્ડમાં જુગાર રમતા સાત ખાનદાની નબીરાઓ ઝડપાયા હતા. પોલીસને જુગાર રમવાની બાતમી મળતા પોલીસ દ્વારા તપાસ કરતા ખાનદાન કુટુંબના નબીરાઓને પોલીસે ઝડપી પાડતા સમગ્ર મુદ્દો કરજણ નગરમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. જુગાર રમતા મહેશભાઇ નટવરસિંહ ચાવડા, મૌલિક પ્રફુલ્લ પટેલ, ભરતસિંહ રણજીતસિંહ પઢિયાર, સંજય કાંતિ પટેલ, ગુલામ […]

Top Stories Gujarat Vadodara
કરજણ વડોદરા/ જાણો ક્યાં-ક્યાં ખાનદાની શકુનિઓ જુગાર રમતા ઝડપાયા..?

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં માતાના મંદિરના કમ્પાઉન્ડમાં જુગાર રમતા સાત ખાનદાની નબીરાઓ ઝડપાયા હતા. પોલીસને જુગાર રમવાની બાતમી મળતા પોલીસ દ્વારા તપાસ કરતા ખાનદાન કુટુંબના નબીરાઓને પોલીસે ઝડપી પાડતા સમગ્ર મુદ્દો કરજણ નગરમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો.

જુગાર રમતા મહેશભાઇ નટવરસિંહ ચાવડા, મૌલિક પ્રફુલ્લ પટેલ, ભરતસિંહ રણજીતસિંહ પઢિયાર, સંજય કાંતિ પટેલ, ગુલામ હસન મન્સુરી, જીતેન્દ્રસિંહ વિજયસિંહ ચાવડા તેમજ પૃથ્વીસિંહ દિલીપસિંહ અટાલીયા સહિતના આરોપીની ધરપકડ કરી હતી. તેમજ 6,03,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કરજણ નગરના જુના બજાર વિસ્તારમાં આવેલા તળાવની બાજુમાં આવેલા વેરાઇ માતાના મંદિરના દિવાલની આડમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ખાનદાન કુટુંબના નબીરાઓને પોલીસે ઝડપી પાડતા સમગ્ર મુદ્દો કરજણ નગરમાં ટોક ઓફ  ધ ટાઉન બનવા પામ્યો છે.  પોલીસ સુત્રીય માહિતી અનુસાર કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલા વેરાઇ માતાના મંદિરના દિવાલની આડમાં જુગાર રમાઈ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી.

પોલીસને મળેલી બાતમીના આધારે કરજણ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એમ રાણા પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી છાપો મારતા જુગાર રમતા મહેશભાઇ નટવરસિંહ ચાવડા, મૌલિક પ્રફુલ્લ પટેલ, ભરતસિંહ રણજીતસિંહ પઢિયાર, સંજય કાંતિ પટેલ, ગુલામ હસન મન્સુરી, જીતેન્દ્રસિંહ વિજયસિંહ ચાવડા તેમજ પૃથ્વીસિંહ દિલીપસિંહ અટાલીયા તમામ રહે. કરજણ નાઓની ધરપકડ કરી હતી. તેઓની અંગઝડતીના રૂપિયા 1,33,800 દાવ પરના 19,400 મોબાઇલ નંગ  6,  -50,500, મોટરસાયકલ 3, એક્ટિવા 2 તથા એક વેગનાર ગાડી મળી કુલ રૂપિયા 6,03,000 નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા તમામ વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં સાતેય જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજવા વડોદરા/ જાણો ક્યાં-ક્યાં ખાનદાની શકુનિઓ જુગાર રમતા ઝડપાયા..?

આજવા રોડ

વડોદરા શહેરના આજવા રોડ સી-142 બહાર કોલોનીમાં રહેતો અબ્દુલઅઝીઝ અબ્દુલલતીફ શેખના ઘરમાં જુગાર રમાતો હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા રીઝવાન યુસુફ શેખ (રહે. ચીતારાવાડ, સુલતાનપુરા), મહંમદજાવીદ મજમુદ્દીન મલેક (રહે. યાકુતપુરા), આસીફ રહેમાનમીયા અરબ (રહે. યાકુતપુરા), જાબીર અબ્દુલકાદર બુજુરૂગવાલા (રહે. વાડી મોગલવાડા), અબ્દુલકાદીર મહંમદહનીફ શેખ (રહે. વાડી મોગલવાડા), મહંમદસાજીદ મહેબુબમીયા સાદુવાલા (રહે. વાડી) અને સાદીક ગુલામરસુલ ડબલવાલા (રહે. હનુમાન ફળિયા, ન્યાયમંદિર)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના દાવ ઉપરથી રૂપિયા 1,10,750 રોકડા, 11 મોબાઇલ ફોન, 3 ટુવ્હિલર મળી કુલ્લે રૂપિયા 3,59,750નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.