Not Set/ વડોદરા/ ઈંડાપુલાવ મોડો આવતા પરિણીતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત

વાંચી ને આપને આશ્ચર્ય થશે..? જીહા પણ આ વિગતો વડોદરા ખાતેથી આવીછે. અહીં વડોદરા ખાતે એક મહિલાએ ઈંડાપુલાવ મોડો મળતા આત્મહત્યા કરી છે.  વડોદરા શહેર ના અલકાપુરી વડી વાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ ઇંડાપૂલાવ મોડો લાવવા મામલે પતિ સાથે ઝઘડો થયા બાદ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. વડોદરા શહેરના અલકાપુરીની વડી વાડી વિસ્તારમાં રહેતી મનીષાબેન વિશાલભાઈ […]

Gujarat Others
Untitled 201 વડોદરા/ ઈંડાપુલાવ મોડો આવતા પરિણીતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત

વાંચી ને આપને આશ્ચર્ય થશે..? જીહા પણ આ વિગતો વડોદરા ખાતેથી આવીછે. અહીં વડોદરા ખાતે એક મહિલાએ ઈંડાપુલાવ મોડો મળતા આત્મહત્યા કરી છે.  વડોદરા શહેર ના અલકાપુરી વડી વાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ ઇંડાપૂલાવ મોડો લાવવા મામલે પતિ સાથે ઝઘડો થયા બાદ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.

વડોદરા શહેરના અલકાપુરીની વડી વાડી વિસ્તારમાં રહેતી મનીષાબેન વિશાલભાઈ ભાવસારના લગ્ન 2 વર્ષ પૂર્વે વિશાલ સાથે થયા હતા. મનીષાબેન સારસા ડાકોરમાં આવેલ પ્લાસ્ટિક કંપનીમાં ફરજ બજાવતા હતા.

વિશાલ 6 માસ અગાઉ ઘર પાસેની ઈંડાની લારી પર નોકરી કરતો હતો. બાદ માં વિશાલે નોકરી છોડી દીધી હતી. ગતરોજ વિશાલ ઈંડાની લારી પર ઈંડાપુલાવ લેવા ગયો હતો.  જ્યાં લારી પર ગિરદી હોવાથી ઘરે વિશાલ મોડો આવતા બને વચ્ચે બોલાચાલી ઝગડો થયો હતો. બાદમાં બને જણા સુઈ ગયા હતા. જ્યારે વિશાલ સવારે ઉઠીને જોતા મનીષાએ મકાનની છતના હુક ઉપર દુપટ્ટા વડે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતા લોક ટોળા ઉમટી પડ્યા હતા.

સયાજીગંજ પોલીસ ને જાણ કરતા એ સી પી ભેંસણીયા પોલીસ સ્ટાફ  તેમજ એફ એસ એલ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મનીષાના મૃતદેહને  નીચે ઉતારી તપાસ હાથ ધરી છે. સયાજીગંજ પોલીસ મૃતક મનીષાના મૃતદેહ નો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. મનીષાના આપઘાત થી અનેક તર્ક વિતર્કો સર્જાવા પામ્યા છે. સયાજીગંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.