આપઘાત/ પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીએ લમણામાં ગોળી મારી ટુંકાવ્યું જીવન

પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 35 વર્ષના ઉમેશ કુમાર સવારે ઓફિસે આવ્યા બાદ ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી લમણામાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું..

Ahmedabad Gujarat
A 250 પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીએ લમણામાં ગોળી મારી ટુંકાવ્યું જીવન

રાજ્યમાં એક પછી એક સતત આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 35 વર્ષના ઉમેશ કુમાર રમણલાલ ભાટીયા સવારે રાબેતા મુજબ નોકરી પર આવ્યા હતા. ત્યારબાદ તેમણે એકાઉન્ટ ઓફિસનો દરવાજો બંધ કરીને લમણામાં ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

આ બનાવ સવારે 9:30થી 10:00 વાગ્યાની વચ્ચે બન્યો હતો. એકાઉન્ટ રાઈટર હેડ પાસે હથિયારો અને દારૂગોળો રહેતો હોય છે જેને કારણે ઉમેશ કુમારે તેમાંથી પિસ્તોલ લઈને તેના વડે ગોળી મારીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. બનાવ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને બનાવની તપાસ હાથ ધરી હતી. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : રાજકોટમાં પિતાએ લાકડી મારતા 8 વર્ષના દિકરાનું મોત, હૈયું હચમચાવી દે તેવી ઘટના

પાલડી પોલીસ મથકમાં છેલ્લા પાંચ વર્ષથી એકાઉન્ટ રાઈટર તરીકે ફરજ બજાવતા હતા. ઉમેશ ભાટીયાના આપઘાત કરવા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. એફ.એસ.એલ ટીમ પોલીસ સ્ટશને પહોંચી છે. આ ઘટનાની જાણ થતા ઝોન 7 DCP પ્રેમસુખ ડેલું પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

આ પણ વાંચો :પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલમુક્ત, હાર્દિક પટેલે કર્યું સ્વાગત

આ પણ વાંચો :રાજ્યમાં ગ્રાન્ટેડ શિક્ષકોનાં પડતર પ્રશ્ને આંદોલન