વડોદરા/ M. S. યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયો વાયરલ

વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થી દ્વારા જાહેરમાં નમાઝ પઢતો વીડિયો વાઈરલ થયો છે.

Top Stories Gujarat Vadodara
નમાઝ

Vadodara News: વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. ફરી એકવાર જાહેરમાં નમાઝ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. સંસ્કૃત મહાવિદ્યાલય પાસે જાહેરમાં નમાઝ પઢતો વીડિયો વાયરલ થતા વિવાદ છેડાયો છે. જેને પગલે યુનિવર્સિટી સત્તાધીશો દોડતા થઈ ગયા છે.  અગાઉ સંસ્કૃત મહાવિધાલયની સામે અને સાયન્સ ફેકલ્ટીના બોર્ડની ડિપાર્ટમેન્ટમાં ત્યારબાદ કોમર્સ ફેકલ્ટીની બહાર મહાદેવના મંદિર નજીક જાહેરમાં 3 વિદ્યાર્થી નમાઝ પઢતા હોવાના વીડિયોથી વાયરલ થયો હતો.

સંસ્કૃત મહાવિદ્યાલય સામે નમાઝ પઢતા શખ્સનો વીડિયો વાયરલ થતાં સત્તાધીશો એક્શનમાં આવ્યા છે. વાયરલ વીડિયોમાં સંસ્કૃત મહાવિદ્યાલય સામે નમાજ અદા કરી રહેલ શખ્સ ઇગ્નુમાં પરીક્ષા માટે આવેલા હોવાનું તેમજ દાહોદનો વોરા હોવાનું જાણવા મળ્યું છે. વધુ એક નમાઝ અદા કરતો વિડીયો વાયરલ થતા વિધાર્થી સંગઠન ઉગ્ર આદોલન કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ સાથે વિધાર્થીઓની સુરક્ષા માટે કરોડોના ખર્ચે રખાયેલી સિક્યુરિટી સામે પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.

વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદમાં આવી છે.એક બાદ એક નમાઝ પઢવાની ઘટનાથી હવે MS યુનિવર્સિટી સવાલોના ઘેરામાં આવી છે. સંસ્કૃત ફેકલ્ટી અને કોમર્સ ફેકલ્ટી બાદ હવે શિવ મંદિર પાસે જાહેરમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયો છે.


whatsapp ad White Font big size 2 4 M. S. યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયો વાયરલ


આ પણ વાંચો:જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર હાલાર પંથકમાં રખડતા શ્વાનનો આતંક

આ પણ વાંચો:સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી, જાણો શું છે મામલો

આ પણ વાંચો:સોશિયલ મીડિયા થકી બાઈક ચોરનું હદય પરિવર્તન, જાણો બાઈક માલિકે શું કર્યું…

આ પણ વાંચો:સુરતમાં સુરાણા અને કંસલ જૂથના લગભગ 260 કરોડથી વધુના ડોક્યુમેન્ટ જપ્ત