Not Set/ વલસાડ: કોસંબામાં દીપડાનો આતંક યથાવત, ગ્રામલોકોમાં ભયનો માહોલ

  વલસાડ. વલસાડ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાંઠાનાં વિસ્તારમાં એક દીપડાનો આતંક યથાવત છે. જેના કારણે ગ્રામજનોમા ભયનો માહોલ સર્જાયો છે. કોસંબાના મોરા મોટા ગામ ખાતે રહેતા જયનેશ હરિભાઈ ટંડેલના વાડીમાં મોડી રાત્રીએ દીપડાએ ભેંસના બચ્ચાને ફાડી ખાતા ગ્રામ જનોમાં દહેશત ફેલાયો છે. જંગલ વિસ્તાર નજીકના ગામોમાં દીપડાનો ભય હંમેશા ખેડૂતોને સતાવતો રહે છે. વારંવાર […]

Top Stories Gujarat Others
fkjkhaskjhksjhk વલસાડ: કોસંબામાં દીપડાનો આતંક યથાવત, ગ્રામલોકોમાં ભયનો માહોલ

 

વલસાડ.

વલસાડ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાંઠાનાં વિસ્તારમાં એક દીપડાનો આતંક યથાવત છે. જેના કારણે ગ્રામજનોમા ભયનો માહોલ સર્જાયો છે. કોસંબાના મોરા મોટા ગામ ખાતે રહેતા જયનેશ હરિભાઈ ટંડેલના વાડીમાં મોડી રાત્રીએ દીપડાએ ભેંસના બચ્ચાને ફાડી ખાતા ગ્રામ જનોમાં દહેશત ફેલાયો છે. જંગલ વિસ્તાર નજીકના ગામોમાં દીપડાનો ભય હંમેશા ખેડૂતોને સતાવતો રહે છે. વારંવાર દીપડા ગામમાં રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં ઘુસી આવે છે, અને માણસો અને પશુઓ પર હુમલો કરી ભુખ સંતોષે છે.. આ ઘટના કારણે ગામના લોકોમાં ભય છે અને લોકો ઘરમાંથી બહાર પણ નથી નકળતા..

વલસાડના કોસંબા ગામે દીપડાએ ભેંસના બચ્ચાને ફાડી ખાતા ગામમાં દહેશતનો માહોલ સર્જાયો છે.

બે દિવસ અગાવ દીપડાએ ગામની અંદર બે બકરા ફાડી ખાધા હતા. વલસાડ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાંઠા વિસ્તારમાં દીપડો જોવા મળ્યાનાં મેસેજથી ગ્રામજનો ભયમાં મુકાયા છે. ત્યારે વલસાડના કોસંબા પારધી ફળીયા પ્રગતિ સ્ટ્રીટ મોરા મોટા ગામ ખાતે રહેતા જયનેશ હરિભાઈ ટંડેલના વાડીમાં આજ રોજ મોડી રાત્રીએ દીપડાએ ભેંસનાં બચ્ચાને ફાડી ખાતા ગ્રામજનોમાં દહેશતનો માહોલ ફેલાયો છે.

માલિકના જણાવ્યા મુજબ ગત બે દિવસ અગાવ તેમની વાડીની બાજુમાં બે બકરા દીપડાએ ફાડી ખાધા હતા. ત્યારે ફરી એક વખત તેમની વાડીમાં ભેંસનું બચ્ચું ફાડી ખાધું હતું. મલિકના જણાવ્યા મુજબ તેમને ગત એક અઠવાડિયા અગાવ 80 હજારમાં ભેંસ અને તેનું બચ્ચું ખરીદ્યું હતું. ત્યારે તેમને લગભગ 30 હજાર જેટલું નુકશાન થયું છે તેવું માલિકે જણાવ્યું હતું.