કચ્છ/ જખૌના દરિયામાં વલસાડના માછીમારનું મોત

જખૌના દરિયામાં વલસાડના મચ્છીમારનો પગ સ્લીપ થતા દરિયામાં ગરકાવ થયો હતો

Gujarat Others
Untitled 16 22 જખૌના દરિયામાં વલસાડના માછીમારનું મોત

જખૌના દરિયામાં પગ સ્લીપ થઈ જતાં વલસાડના માછીમારનું ડૂબી જવાથી મોત નિપજયું હતું. એક દિવસની શોધખોળ પછી દરિયામાંથી લાશ બહાર કાઢી શકાઈ હતી.

જખૌ મરીન પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે જખૌ બંદરે જેટી પર આ બનાવ બનવા પામ્યો હતો. શુક્રવારે રાત્રે એક વાગ્યાના અરસામાં આ ઘટના ઘટી હતી. મૂળ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાળા ગામના ૩૭ વર્ષિય પ્રવીણભાઈ છનાભાઈ હલપતી જખૌ બંદરે તેજ કી રાની ગાયત્રી કૃપા નામની બોટમાં હાજર હતા.

ત્યારે તેઓ ઊંઘવા માટે કેબીન પર ચડવા ગયા અને પગ લપસી જતાં બોટની વચ્ચે દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે શોધખોળ છતાં એક દિવસ બાદ દરિયામાંથી લાશ મળી આવી હતી. નલિયા સીએચસીના તબીબે હતભાગીને મૃત જાહેર કર્યા હતા.

lata mangeshkar / લતા મંગેશકર આ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી હતી

અલવિદા લતાદીદી.. / જાણો, કોના કહેવા પર લતા મંગેશકરે રાખ્યું હતું મૌનવ્રત, આ છે કારણ

Lata Mangeshkar death / રાજ કપૂર લતા મંગેશકર સાથે ‘સત્યમ શિવમ સુંદરમ’ બનાવવા માંગતા હતા