Not Set/ વલસાડ : LCB – SOGનું મેગા ઓપરેશન, આંતર રાજ્ય ઘરફોડ કરતી ગેંગ ઝબ્બે

વલસાડ જિલ્લા LCB અને SOGપોલીસ દ્રારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું છે. જિલ્લા LCB અને SOG પોલીસે વલસાડના પરિયા ગામેથી હથિયાર સાથે આંતરરાજ્ય ઘરફોડ કરતી કુખ્યાત ગેંગને ઝડપી પડી છે. આંતરરાજ્ય ગેંગ ગુનાહીત કામને અંજામ આપવા પોતાની પાસે બાઇક, કાર, પિક અપ વાનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. ગેંગનાં સભ્યો […]

Gujarat Others
gang2 વલસાડ : LCB - SOGનું મેગા ઓપરેશન, આંતર રાજ્ય ઘરફોડ કરતી ગેંગ ઝબ્બે

વલસાડ જિલ્લા LCB અને SOGપોલીસ દ્રારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું છે. જિલ્લા LCB અને SOG પોલીસે વલસાડના પરિયા ગામેથી હથિયાર સાથે આંતરરાજ્ય ઘરફોડ કરતી કુખ્યાત ગેંગને ઝડપી પડી છે. આંતરરાજ્ય ગેંગ ગુનાહીત કામને અંજામ આપવા પોતાની પાસે બાઇક, કાર, પિક અપ વાનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. ગેંગનાં સભ્યો બાઇક પર રેકી કરતા અને ત્યાર બાદ તેઓ કારમાં ઘટના ને અંજામ આપતા અને ભાગવા માટે પિક અપ વાનનો ઉપયોગ કરતા હતા.  ગેંગના સભ્યો જ્વેલરીની દુકાન, બંધ ઘર, જાહેરમાં રાખેલા વાહન ચોરી પર હાથ સાફ કરી ઘટનાને અંજામ આપતા હોવાની માહિતીનો ઘટસ્ફોટ થયો છે.

gangs વલસાડ : LCB - SOGનું મેગા ઓપરેશન, આંતર રાજ્ય ઘરફોડ કરતી ગેંગ ઝબ્બે

આપને જણાવી દઇએ કે છેલ્લા ઘણા સમય થી વલસાડ જિલ્લા સહિતનાં આસપાસનાં વિસ્તારોમાં આંતરરાજ્ય ઘરફોડ કરતી કુખ્યાત ગેંગ સક્રિય હતી. ગેંગ દ્રારા ચોરી, ઘરફોડ, લૂંટ તેમજ ધાડ જેવા ગુના ગંભીર ગુનાને અંજામ આપવામાં આવી રહ્યો હતો. સમગ્ર જીલ્લામાં આવા ગંભીર ગુનાની વ્યાપક ફરિયાદો મળતા પોલીસ દ્રારા ટીમો બનાવી આ આંતરરાજ્ય ઘરફોડ ગેંગને ઝડપી પાડવા કવાયતો શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજે જિલ્લા પોલિસની બે ટિમ દ્રારા 4 આરોપીઓને ઝડપી પાડી ગુજરાત ,મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટકા , જેવા રાજ્યોમાં ઘરફોડ અને વાહન ચોરી તેમજ લૂંટ જેવી ઘટનાને અંજામ ગેંગને ઝબ્બે કરતા આનેક ગુના પરથી પર્દો ઉંચાકાવાની શક્યતા જોવાઇ રહી છે.

Gangs3 વલસાડ : LCB - SOGનું મેગા ઓપરેશન, આંતર રાજ્ય ઘરફોડ કરતી ગેંગ ઝબ્બે

વલસાડનાં Dy. SP મનોજ શર્માનાં જણાવ્યા પ્રમાણે હાલ પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે ગેંગનાં સભ્યો  પાસેથી કાર, પીકઅપ વાન, પિસ્તોલ, મરચાની ભૂકી તેમજ અન્ય તીક્ષ્ણ હથિયારો પણ જપ્ત કર્યા છે. ત્યારે સમગ્ર રાજ્યો સહિત  આપસાપનાં રાજ્યોમાં પણ લૂંટા, ઘરફોડ અને ધાડ જેવા ગંભીર ગુના આચરતી ગેંગનાં 4 જેટલા સગીરતોને પોલીસે ગિરફ્ત કરી લેતા અનેક ગુના પરથી પડદો ઉચકવવાની સંભાવનાં જોવાઇ રહી છે.