Valsad National English School/ વલસાડ નેશનલ ઈંગ્લિશ સ્કૂલનો બનાવ, વાઈસ પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓને બેફામ માર માર્યો

વલસાડમાં નેશનલ ઈંગ્લિશ સ્કૂલનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ 10માં ભણી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં મસ્તી કરી રહ્યા હતા.

Gujarat Others
વલસાડ

Valsad News: વલસાડની એક શાળામાં વાઈસ પ્રિન્સીપાલ દ્વારા બેફામ સજા આપતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મસ્તી કરતા વિદ્યાર્થીઓને ઢોર માર મારતા વાલીઓએ શાળાના સંચાલકો વિરૂદ્ધ રોષ વ્યક્ત કર્યો છે.

વલસાડમાં નેશનલ ઈંગ્લિશ સ્કૂલનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ 10માં ભણી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં મસ્તી કરી રહ્યા હતા. દરમિયાન, ક્લાસમાં અન્ય એક વિદ્યાર્થીની તબિયત સારી ન હોવાથી સૂઈ ગયો હતો. જેથી ગુસ્સે ભરાયેલાં શાળાના શિક્ષકે શાળાના વાઈસ પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી.

આથી વાઈસ પ્રિન્સિપાલે ધોરણ 10ના 7 જેટલા વિદ્યાર્થીઓને વાંસની લાકડી વડે સખ્ત માર માર્યો હતો. જેથી ઈજાના નિશાન શરીર પર સ્પષ્ટ રીતે દેખાતા હતા. જેથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. રોષે ભરાયેલા વાલીઓ શાળામાં પહોંચી આ બનાવનો વિરોધ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: