Accident/ લગ્ન પહેલા વરુણ ધવનની કારને નડ્યો અકસ્માત! લગ્ન સ્થળે જતા રસ્તામાં બની ઘટના

આ અકસ્માતને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી અને કારમાં બેઠેલા તમામ લોકો પણ સલામત છે. અહેવાલો અનુસાર, જ્યારે વરૂણ કેટલાક મિત્રો સાથે જુહુથી અલીબાગ જઈ રહ્યો હતો

Top Stories Entertainment
a 368 લગ્ન પહેલા વરુણ ધવનની કારને નડ્યો અકસ્માત! લગ્ન સ્થળે જતા રસ્તામાં બની ઘટના

બોલિવૂડ એક્ટર અને ડેવિડ ધવનનો પુત્ર વરૂણ ધવન આજે તેના બાળપણના પ્રેમ નતાશા દલાલ સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. દરેક જણ લાંબા સમયથી આ શુભ સમયની રાહ જોતા હતા અને આખરે આજે એ દિવસ આવી ગયો છે જ્યારે વરુણ તેના જીવનમાં નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે. અલીબાગમાં લગ્નની વિધિ પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ તે દરમિયાન એક મોટો સમાચાર બહાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વરુણ ધવનની કારમાં એક નાનો અકસ્માત થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે અભિનેતા તેના કેટલાક મિત્રો સાથે લગ્ન સ્થળ અલીબાગ માટે નીકળ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી અને કારમાં બેઠેલા તમામ લોકો પણ સલામત છે. અહેવાલો અનુસાર, જ્યારે વરૂણ કેટલાક મિત્રો સાથે જુહુથી અલીબાગ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં જામ અને ખરાબ રસ્તાને કારણે અકસ્માત થયો હતો. વરૂણ ધવન સાથે દરેક જણ સંપૂર્ણપણે સલામત છે. આપને જણાવી દઇએ કે આ ઘટના શનિવારે ત્યારે બની જ્યારે વરરાજા લગ્ન સ્થળે જઈ રહ્યો હતો.

આપને જણાવી દઈએ કે વરૂણ તેના મિત્રો સાથે લગ્ન સ્થળે સલામત પહોંચી ગયો છે. લગ્ન પહેલા થયેલ મહેંદી અને સંગીત સેરેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હાઈપ્રોફાઈલ લગ્નમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિત બોલિવૂડના કેટલાક જ પસંદગીના લોકોને આમંત્રણ અપાયું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો