Not Set/ અમૃતસર ટ્રેન દુર્ઘટના : મોટા ભાગના મરનાર લોકો હતા યુપી અને બિહારના રહેવાસી

અમૃતસર પંજાબના અમૃતસરના દશેરામાં રાવણ દહન વખતે ટ્રેન દુર્ઘટનામાં ૬૧ લોકો મોતને ભેટ્યા હતા. ઝડપી ટ્રેનની ઝપેટમાં આવી જતા આ દુર્ઘટના થઇ હતી. મરનાર લોકોમાં મોટા ભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના હોવાનું બહાર આવ્યું છે. જે સમયે આ ઘટના થઇ તે દરમ્યાન ૩૦૦ લોકો ઘટના સ્થળે ઉપસ્થિત હતા.૬૧ લોકો મોતને ભેટ્યા છે જયારે  ૭૨થી […]

Top Stories India Trending
acd અમૃતસર ટ્રેન દુર્ઘટના : મોટા ભાગના મરનાર લોકો હતા યુપી અને બિહારના રહેવાસી

અમૃતસર

પંજાબના અમૃતસરના દશેરામાં રાવણ દહન વખતે ટ્રેન દુર્ઘટનામાં ૬૧ લોકો મોતને ભેટ્યા હતા. ઝડપી ટ્રેનની ઝપેટમાં આવી જતા આ દુર્ઘટના થઇ હતી. મરનાર લોકોમાં મોટા ભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના હોવાનું બહાર આવ્યું છે.

જે સમયે આ ઘટના થઇ તે દરમ્યાન ૩૦૦ લોકો ઘટના સ્થળે ઉપસ્થિત હતા.૬૧ લોકો મોતને ભેટ્યા છે જયારે  ૭૨થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૬૧ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. આ ઘટના અમૃતસર અને મનાવલાની વચ્ચે ફાટક નંબર ૨૭ નજીક થયો હતો. ઘટના જે સમયે  થઇ ત્યારે રાવણ દહન જોવા માટે લોકોની ભીડ ટ્રેક પર જમા થઇ ગઈ હતી. આ જ દરમ્યાન ટ્રેન નંબર ૭૪૯૪૩ ત્યાંથી ચાલી ગઈ હતી અને ૬૧ લોકો આંખના પલકારામાં જ મોતને ભેટ્યા હતા.

દેશનાં પીએમ મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં વ્યક્તિના પરિવારને 2 લાખનું વળતર આપવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત આ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલાં લોકો માટે 50,000 રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે આટલી આર્થિક સહાય આપવાનું જાહેર કર્યું હતું.

જયારે પંજાબ રાજ્ય સરકારે પર આર્થિક સહાય જાહેર કરી છે. પંજાબના ચીફ મીનીસ્ટરે જાહેર કર્યું હતું કે અમારી સરકાર દરેક મૃતકનાં પરિવારને 5 લાખ રૂપિયા આપશે અને ઘાયલ થયેલાં તમામ લોકોને સરકારી અને પ્રાઈવેટ હોસ્પીટલમાં ફ્રી ટ્રીટમેન્ટ આપશે.

પંજાબ રાજ્ય સરકારે આજે શોક જાહેર કર્યો છે ઉપરાંત રાજ્યની તમામ ઓફિસો અને એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ બંધ રાખવાનું જાહેર થયું છે.