Relationship Tips/ વાસ્તુ દોષ પતિ-પત્નીના સબંધમાં લાવી શકે છે ખટરાગ

પતિ-પત્ની તેમના પોતાના સબંધને જાળવી રાખવાના દરેક પ્રયાસ કરતા હોય છે પરંતુ તેમ છતાં પણ તેમના વચ્ચે ઝગડા ઓછા નથી થતા તેના પાછળનું કારણ..

Lifestyle Relationships
પતિ-પત્ની

પતિ-પત્નીના વચ્ચે નાના મોટા ઝગડા થતા જ હોય છે પરંતુ કયારે આ નાનાનાના ઝગડા ક્યારે મોટું સ્વરૂપ લઇ લેતા હોય છે એ ખબરજ નથી હોતી. પતિ-પત્ની તેમના પોતાના સબંધને જાળવી રાખવાના દરેક પ્રયાસ કરતા હોય છે પરંતુ તેમ છતાં પણ તેમના વચ્ચે ઝગડા ઓછા નથી થતા તેના પાછળનું કારણ વાસ્તુ દોષ હોય છે. વાસ્તુના માનવા પ્રમાણે નાની વાતો હોય છે. જેના પર લોકો ધ્યાન નથી આપતા હોતા પરંતુ સબંધોમાં આવેલી દૂરીનું કારણ પણ વાસ્તુ હોય શકે છે. સબંધ કેટલા પણ સારા હોય પરંતુ જો વાસ્તુ દોષ હોય તો તેમાં ખટાશ આવી જાય છે અને જેને તમે વારવાર નજરઅંદાજ કરતા હોવ છો.

આ પણ વાંચો :જાણો, રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ બધાઈ દો ક્યારે થશે રિલીઝ

ક્યારે પણ ચંપલ કે વાસણ બેડરૂમમાં ના મુકવા તેનાથી વ્યક્તિ હેરાન થઇ જાય છે અને તેની અસર સબંધોમાં જોવા મળે છે.

રૂમમા સાવરણી અથવા તો વધારે ચંપલ રાખવાથી નકારાત્મક ઉર્જાનો વાસ થતો હોય છે.

ઘરમાં નકામી કે તૂટેલી-ફૂટેલી વસ્તુઓ રાખવાથી પણ પતિ-પત્ની નો રિલેશન ખરાબ થતો હોય છે.

ક્યારે ઘરમાં બંધ ઘડીયાર ના રાખવી તેનાથી ઘરમાં નેગેટીવ એનર્જી આવે છે અને પતિ-પત્ની ના રિલેશન પર તેની અસર જોવા મળતી હોય છે.

આ પણ વાંચો :દિવાળીમાં ઘરે જ કરો આ રીતે ફેશિયલ, ચહેરા પર આવશે એવો શાનદાર ગ્લો કે નહીં જવું પડે પાર્લર

બેડરૂમના વચોવચ પંખો કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખવી તેનાથી ઘરના લોકો સાથે સબંધ ખરાબ થઇ જતા હોય છે.

બેડની સામે કે રૂમમાં દર્પણ ન રાખવું અથવા તો દર્પણમાં બેડનું પ્રતિબિંબ દેખાય તો વાસ્તુના પ્રમાણે સબંધોમાં દૂરી આવી શકે છે.

આ પણ વાંચો :દિવાળી પર પ્રિયજનોને આપવા માટે છે આ 6 ગિફ્ટ ઓપશન્સ

આ પણ વાંચો :ફેશન ડિઝાઈનર પત્નીએ ઘરમાં પડેલા ખરાબ માસ્કમાંથી બનાવ્યું સ્ટાઈલિશ આઉટફિટ, હર્ષ ગોયનકાએ આ રીતે કર્યા વખાણ

આ પણ વાંચો :શું તમારે સાઇકલ હવામાં ઉડાડવી છે? તો ઉડાડો સરળતાથી હવામાં ઉડતી સાઇકલ