Not Set/ વાવના MLA ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન, જીગ્નેશ મેવાણી માટે બેઠક ખાલી કરવા છે તૈયાર

વાવના MLA ગેનીબહેન ઠાકોરે કહ્યું કે, વાવ સીટ પર જીગ્નેશ મેવાણીનું સ્વાગત છે. જો તેઓ ત્યાંથી લડશે તો તમારા માટે બેઠક છોડવા તૈયાર છું.

Top Stories Videos
જીગ્નેશ

બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આસામની જેલમાં 9 દિવસ રહ્યા બાદ પોતાના વતન વડગામ પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં જીગ્નેશ મેવાણીને સત્કારવા જિલ્લા કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું છે,  જેમાં ગેનીબેન ઠાકોરએ મોટું નિવેદન આપ્યું છે. જીગ્નેશ મેવાણી વાવથી લડવા માગે તો તેમના માટે બેઠક ખાલી કરવા તૈયાર છું તેવું નિવેદન આપ્યું છે.

વાવના MLA ગેનીબહેન ઠાકોરે કહ્યું કે, વાવ સીટ પર જીગ્નેશ મેવાણીનું સ્વાગત છે. જો તેઓ ત્યાંથી લડશે તો તમારા માટે બેઠક છોડવા તૈયાર છું. આમ જીગ્નેશ મેવાણી માટે વિધાનસભાની ચૂંટણી પહેલા ગેનીબેને મોટી જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે.