Not Set/ વીર સાવરકરનાં બલિદાનને સમજવા વિરોધીઓને મોકલી દો અંદમાન જેલ પછી થશે જ્ઞાન : સંજય રાઉત

છેલ્લા કેટલાક સમયથી મીડિયાએ વીર સાવરકર વિશેનાં નિવેદનોનો દોર ચાલુ રાખ્યો છે. કોંગ્રેસ સેવા દળ ‘વીર સાવરકર કેટલા વીર’ પુસ્તિકામાં કરવામાં આવેલા દાવા બાદથી વીર સાવરકર વિશે વિવિધ પ્રકારનાં નિવેદનો બહાર આવી રહ્યા છે. દરમિયાન શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે પણ મૌન તોડ્યુ છે. તેમણે કહ્યું છે કે, જે લોકો વીર સાવરકરનો વિરોધ કરે છે તેઓને […]

Top Stories India
Sanjay Raut1 વીર સાવરકરનાં બલિદાનને સમજવા વિરોધીઓને મોકલી દો અંદમાન જેલ પછી થશે જ્ઞાન : સંજય રાઉત

છેલ્લા કેટલાક સમયથી મીડિયાએ વીર સાવરકર વિશેનાં નિવેદનોનો દોર ચાલુ રાખ્યો છે. કોંગ્રેસ સેવા દળ ‘વીર સાવરકર કેટલા વીર’ પુસ્તિકામાં કરવામાં આવેલા દાવા બાદથી વીર સાવરકર વિશે વિવિધ પ્રકારનાં નિવેદનો બહાર આવી રહ્યા છે. દરમિયાન શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે પણ મૌન તોડ્યુ છે. તેમણે કહ્યું છે કે, જે લોકો વીર સાવરકરનો વિરોધ કરે છે તેઓને બે દિવસ માટે અંદમાન જેલમાં મોકલવામાં આવે, તો તે સમજી જશે.

શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે, જે લોકો વીર સાવરકરનો વિરોધ કરે છે તે કોઈ પણ વિચારધારા અથવા પક્ષનાં હોઈ શકે છે. તેઓને માત્ર બે દિવસ અંદમાન સેલ્યુલર જેલનાં સેલમાં મોકલી દો, જ્યાં સાવરકરને બંધક બનાવી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશ માટે તેમના બલિદાન અને તેમનું યોગદાન સાકાર થશે.

બેલગામ બોર્ડર મામલે સંજય રાઉતની પ્રતિક્રિયા

સંજય રાઉતે આ સાથે બેલગામ બોર્ડર મામલે પ્રતિક્રિયા આપી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યુ છે કે, ભારતમાં બાંગ્લાદેશી, પાકિસ્તાની, રોહિંગ્યા પ્રવેશી શકે છે પરંતુ મહારાષ્ટ્રનો કોઇ વ્યક્તિ બેલગામ(કર્ણાટક) ન જઇ શકે? આ એકદમ ખોટી વાત છે. આપણા બધા ભારતીય છીએ અને હુ ત્યા જઇશ, લોકોને મળીશ અને કાર્યક્રમોમાં પણ જઇશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.