Not Set/ પાકિસ્તાન/ હિન્દુ સગીરાને સલામત રીતે તેના પરિવારને પરત સોંપવામાં આવે – ભારત સરકાર

સરકારી સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનના એક વરિષ્ઠ અધિકારીને ગઈકાલે MEA દ્વારા બોલાવવામાં આવ્યા હતા. અધિકારી પાસે ભારત સરકાર દ્વારા કડક વિરોધ નોંધાવવા અને પાકિસ્તાનના લઘુમતી હિન્દુ સમુદાય સાથે જોડાયેલી સગીર યુવતીઓના અપહરણના તાજેતરના કેસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાયની સગીર યુવતીઓનું અપહરણ […]

Top Stories World
pak girl પાકિસ્તાન/ હિન્દુ સગીરાને સલામત રીતે તેના પરિવારને પરત સોંપવામાં આવે - ભારત સરકાર

સરકારી સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનના એક વરિષ્ઠ અધિકારીને ગઈકાલે MEA દ્વારા બોલાવવામાં આવ્યા હતા. અધિકારી પાસે ભારત સરકાર દ્વારા કડક વિરોધ નોંધાવવા અને પાકિસ્તાનના લઘુમતી હિન્દુ સમુદાય સાથે જોડાયેલી સગીર યુવતીઓના અપહરણના તાજેતરના કેસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાયની સગીર યુવતીઓનું અપહરણ અને ધર્મ પરિવર્તન બાદ લગ્ન(નીકાહ) જેવી પ્રવૃતિમાં સામેલ કરનારી આ પ્રકારની ચોંકાવનારી અને દ્વેષપૂર્ણ ઘટનામાં ભારતીય નાગરિક સમાજના વિવિધ ક્ષેત્રે પાકિસ્તાનને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનના એક વરિષ્ઠ અધિકારી સાથે ભારત સરકાર વતી ઘટના મામલે ગંભીર નોધ સાથે વાટાઘાટ બાદ કહેવામાં આવ્યું છે કે, આવી ઘટનાઓની કડક નિંદા કરવામાં આવી છે અને યુવતીઓને તેમના પરિવારોને તાત્કાલિક સલામત પરત સોંપવામાં આવે તેવી રજૂ આપત કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનનાં સિંધમાંથી બીજી સગીર હિન્દુ યુવતીનું મુસ્લિમ પુરુષો દ્વારા સિંધ પ્રાંતમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેના પરિવારજનોનો આરોપ છે કે, તેણીએ બળપૂર્વક ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. યુવતીના પરિવારજનો તેમજ કાર્યકરો ઇમરાન ખાન, તેની સરકાર અને લઘુમતીઓ પરના અત્યાચારો સામે વિરોધ નોંધાવી રહ્યા છે.

પાકિસ્તાનમાં વસતા હિન્દુ લધુમતિ સાથે અવારનવાર આવી ઘટના બનતી રહે છે, જેમાં લધુમતિ હિન્દુ સમાજની યુવતી ભલે તે સગીર પણ હોય તેનું બળજબરી પૂર્વક અપહરણ કરી, ધર્મ પરિવર્તન કરાવી બાદમાં દમન પૂર્વક લગ્ન કરાવી દેવામાં આવે છે. હાલમાં જ આવો એક વધુ બનાવ સામે આવ્યો હતો. જે બાદ ભારે હોબાળો મચવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.