Rajasthan/ રાજસ્થાનમાં બરફથી ઢંકાયેલા વાહનો, ઠંડીથી લોકો પરેશાન; જુઓ વીડિયો

શીત લહેરની સાથે ગાઢ ધુમ્મસના કારણે લોકો માટે મુશ્કેલી સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે સૌથી નીચું તાપમાન ફતેહપુરમાં માઈનસ 1.5 ડિગ્રી સેલ્સિયસ હતું જ્યારે…

Top Stories India
Snow in Rajasthan VIDEO

Snow in Rajasthan VIDEO: રાજસ્થાનમાં ઠંડી પડી રહી છે. ગત રવિવારે અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે ગયો હતો. શીત લહેરની સાથે ગાઢ ધુમ્મસના કારણે લોકો માટે મુશ્કેલી સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે સૌથી નીચું તાપમાન ફતેહપુરમાં માઈનસ 1.5 ડિગ્રી સેલ્સિયસ હતું જ્યારે ચુરુમાં શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ વાહનો બરફથી ઢંકાઈ ગયા છે. ANIએ બરફથી ઢંકાયેલા વાહનનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડ્રાઈવર વાહનની વિન્ડશિલ્ડમાંથી બરફ હટાવી રહ્યો છે. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વૃક્ષો અને છોડ પર પણ બરફનું થર જામી રહ્યું છે.

સીકરના ફતેહપુરમાં રવિવારે રાત્રે માઈનસ 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એ જ રીતે પિલાનીમાં લઘુત્તમ તાપમાન 0.2 ડિગ્રી, કરૌલીમાં 0.5 ડિગ્રી, સીકરમાં એક ડિગ્રી, બિકાનેરમાં 2.4 ડિગ્રી, ભીલવાડામાં 2.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ દરમિયાન ગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર અને ચુરુ જિલ્લામાં કેટલીક જગ્યાએ શીત લહેર સાથે ગાઢ ધુમ્મસ પણ નોંધાયું છે. સૌથી ઓછું મહત્તમ તાપમાન સંગરિયા, હનુમાનગઢમાં 9.6 જ્યારે ગંગાનગરમાં 10.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં ગાઢ ધુમ્મસ અને હિમ પડવાની આગાહી છે. જો કે 28 ડિસેમ્બરથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા છે. વિભાગના જણાવ્યા અનુસાર 28 ડિસેમ્બરથી રાજ્યમાં ગાઢ ધુમ્મસમાં ઘટાડો થવાની સંભાવના છે. બીજી તરફ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કોલ્ડવેવ ફરી શરૂ થવાની પ્રબળ શક્યતા છે. શીત લહેર અને ગાઢ ધુમ્મસને કારણે ઘણા વિસ્તારોમાં સામાન્ય જનજીવન અને વાહનવ્યવહારને અસર થઈ છે.

આ પણ વાંચો: Relationship Tips/સુહાગરાત પર તમારા પાર્ટનરને આપો આ ખાસ ગિફ્ટ, જીવનભર રહેશે યાદ