Not Set/ વેરાવળ/ સગા બાપે જ દીકરીને ન ભણાવવાના મુદ્દે પીવડાવી ઝેરી દવા

વેરાવળના પ્રભાસ પાટણ નજીક રામપરા ગામના રહેવાસી અને હાલ ઈણાજ ખાતે એક બહુ જ વિચિત્ર કહી શકાય તેવો કિસ્સો બહાર આવ્યો છે. સગા બાપે જ દીકરીને ભણાવવી નાં પડે માટે ઝેરી દવા પીવડાવીને મોત ને ઘાટ ઉતારી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઇણાજ ખાતે સગા બાપે દીકરીને ન ભણાવવાના મુદ્દે બળજબરીથી  જાડા વાયરથી બાંધી અને […]

Gujarat Others
cm 1 વેરાવળ/ સગા બાપે જ દીકરીને ન ભણાવવાના મુદ્દે પીવડાવી ઝેરી દવા

વેરાવળના પ્રભાસ પાટણ નજીક રામપરા ગામના રહેવાસી અને હાલ ઈણાજ ખાતે એક બહુ જ વિચિત્ર કહી શકાય તેવો કિસ્સો બહાર આવ્યો છે. સગા બાપે જ દીકરીને ભણાવવી નાં પડે માટે ઝેરી દવા પીવડાવીને મોત ને ઘાટ ઉતારી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઇણાજ ખાતે સગા બાપે દીકરીને ન ભણાવવાના મુદ્દે બળજબરીથી  જાડા વાયરથી બાંધી અને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી છે. આમ તો આ ઘટના ત્રણ મહિના પહેલાની છે, આ ઘટનામાં હાલ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના ત્રણ માસ પહેલાની ઘટના છે. તારીખ 29 નવેમ્બર, 2019ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ, આરોપી પિતા બાળકોને મારી નાંખવાની ધમકી આપીને ભાગી ગયો હતો. જેના બાદ પોલીસે આરોપી પિતાની શોધખોળ હાથ ધરી હતી.

ઈણાજ ગામે રહેતા માલદે બાલુ સોલંકીની 16 વર્ષની દીકરી હીરલ ભણવા માંગતી હતી. પરંતુ પિતાએ 16 વર્ષની હીરલને ઝેરી દવા પીવડાવીને મારી નાખી હતી. અને દીકરીને ઝેર પીવડાવતા પહેલા માલદે એ  દીકરીને જાડા વાયરથી બાંધીને ઢોર માર પણ માર્યો હતો. દીકરીની હત્યા બાદ પિતાએ પત્ની તથા અન્ય બાળકોને પણ ધમકી આપી હતી કે, જો આ વાત કોઈને કરશો તો તમને બધાને પણ મારી નાખીશ.

પિતાએ ઘરના સભ્યોની હાજરીમાં ઢોર માર મારી ઝેરી દવા પીવડાવી હતી. અને પોતે કરેલા ગુનાહિત કૃત્ય પર ઢાંક પીછોડો કરવા પરિવારના સભ્યો પર દબાણ કર્યું હતું. આખરે મૃતક સગીરાના મામાએ પોલીસમાં અરજી કરીને પર્દાફાશ કર્યો હતો. હત્યારા પિતા વિરુદ્ધ મૃતક સગીરાની માતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.  પોલીસ તપાસમાં માતા અને મૃતક સગીરાની નાની બહેન અને ભાઈએ સમગ્ર ઘટના સ્પષ્ટ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન