Wedding Reel/ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ, ‘Wedding Reel’ની મચી ધૂમ, શુ કહે છે Wedding Video Photographers

ફોટોગ્રાફર્સનું એમ પણ કહેવું છે કે હવે ગ્રાહકોને funny momentના મીમ્સ બનાવવામાં કોઈ સમસ્યા નથી કારણ કે દરેક વ્યક્તિ તેમના લગ્નને વાયરલ કરવા માંગે છે.

Trending Lifestyle
મૃત્યુદરમાં થશે ઘટાડો 29 સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ, ‘Wedding Reel’ની મચી ધૂમ, શુ કહે છે Wedding Video Photographers

આજે સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયાની અસર પરંપરાથી લઈને જીવનશૈલીમાં પણ જોવા મળે છે. યુઝર્સ ફોલોઅર્સ વધારવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ અને વીડિયો શેર કરે છે. ખાસ કરીને તહેવાર અને લગ્ન પ્રસંગની ઉજવણીના વીડિયો (Wedding Reel) ખૂબ શેર થાય છે. લોકો લગ્ન પ્રસંગમાં કરાતા વિવિધ ફંકશનના શોર્ટ વીડિયો શેર કરે છે. આજકાલ આ શોર્ટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યા છે. યુઝર્સ પોતાના વેડિંગ પ્લાનર પાસે શોર્ટ વીડિયો અને રીલને ખાસ પ્રકારની ડિમાન્ડ કરી રહ્યા છે.

WEDDING 801 of 902 e1631143975406 1200x628 1631144712 સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ, ‘Wedding Reel’ની મચી ધૂમ, શુ કહે છે Wedding Video Photographers

વેડિંગ પ્લાનર યુઝર્સની પસંદગીને ધ્યાનમાં રાખતા લગ્ન પ્રસંગમાં ડેકોરેશન, મ્યુઝિક અને સેલિબ્રેશન માટે અલગ પેકેજ રાખે છે. વેડિંગ ફોટોગ્રાફર્સને હાલમાં સોશિયલ મીડિયા માટે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની ઘણી ડિમાન્ડ મળી રહી છે. આ કારણોસર તેઓએ તેને તેમના પેકેજમાં સામેલ કર્યું છે. તો બીજી તરફ ફોટોગ્રાફર પાસેથી તેમના ફોટા મંગાવનારાઓ માટે પણ તેમણે ઉકેલ શોધી કાઢ્યો છે.

Wedding Reelની માંગ વધી

જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવ તો જ તમે લોકોને વધુ આધુનિક લાગો છો. સોશિયલ મીડિયા પરના ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને ફેસબુક જેવા શબ્દો લોકોના પરિચિત બન્યા છે. કલાકારથી લઈને રાજનેતા અને સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી પણ હવે લોકો સાથે સંપર્કમાં રહેવા સોશિયલ મીડિયામાં વધુ સક્રિય રહે છે. આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને તેની અસર લગ્નો પર પણ જોવા મળી રહી છે. ડેકોરેશન, મ્યુઝિક અને સેલિબ્રેશનથી લઈને ફોટો અને વીડિયો પણ આને ધ્યાનમાં રાખીને (Wedding Reel) તૈયાર કરવામાં આવી રહી છે. વેડિંગ ફોટોગ્રાફર્સને હાલમાં સોશિયલ મીડિયા માટે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની ઘણી ડિમાન્ડ મળી રહી છે. આ કારણોસર તેઓએ Wedding Reel પણ તેમના પેકેજમાં સામેલ કર્યું છે.

શું કહે છે વેડિંગ ફોટોગ્રાફર્સ

વેડિંગ ફોટોગ્રાફર્સ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, લોકોમાં સોશિયલ મીડિયાનો એટલો ક્રેઝ છે કે દરેક વ્યક્તિ ફેમસ થવા રિલ અને વીડિયો બનાવવાનું અમને કહે છે. લોકો પોતાના લગ્નની તમામ વિધિ અને પરંપરાનું કરેલ શૂટનો દોઢ મિનિટનો ટૂંકો વીડિયો બનાવવાનું કહે છે. જેને તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ તરીકે શેર કરી શકે. ઘણા ગ્રાહકો ઈચ્છે છે કે આખા લગ્ન માત્ર દોઢ મિનિટમાં જ કેપ્ચર થઈ જાય.

indian wedding photography hindu wedding ceremony kanya aagaman 800x551 1 સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ, ‘Wedding Reel’ની મચી ધૂમ, શુ કહે છે Wedding Video Photographers

એક વીડિયો ફોટોગ્રાફર્સ કહે છે કે દર થોડા વર્ષે ફોટોગ્રાફીમાં વસ્તુઓ બદલાય છે. થોડા વર્ષો પહેલા, ટીઝરનો યુગ હતો જેમાં લગ્નના વીડિયો 5 થી 7 મિનિટના હતા. હવે આ વીડિયોને 50-60 સેકન્ડનો કરી દેવામાં આવ્યો છે. ગ્રાહકો પૂછે છે કે તમે લગ્ન માટે કેટલી રીલ્સ આપશો, તમે રીલ્સ કેવી રીતે બનાવશો વગેરે. ખાસ વાત એ છે કે દરેકને તરત જ રીલ જોઈએ છે કારણ કે તેઓ એક-બે દિવસ પણ રાહ જોવા માંગતા નથી. તેઓ પોતાની ખાસ ક્ષણોને તરત જ પોસ્ટ કરવા માંગે છે. આખા લગ્ન માટે ઓછામાં ઓછી 6 થી 8 રીલ બનાવવામાં આવે છે. જેમાં સંગીત અને મહેંદી જેવા વિવિધ ફંક્શનનો પણ સમાવેશ થાય છે અને આખા લગ્નની એક રીલ બનાવીએ છીએ. અમે તેમાં સંગીત વગેરે પણ ઉમેરીએ છીએ.

ફોટોગ્રાફર્સનું એમ પણ કહેવું છે કે હવે ગ્રાહકોને funny momentના મીમ્સ બનાવવામાં કોઈ સમસ્યા નથી કારણ કે દરેક વ્યક્તિ તેમના લગ્નને વાયરલ કરવા માંગે છે. ફોટોગ્રાફર્સ કહે છે કે, ‘અમે ઘણી વખત રમુજી પળોના મીમ્સ બનાવીએ છીએ જેનો ગ્રાહકોને ઘણો આનંદ થાય છે. તેમને તેમાં કોઈ સમસ્યા નથી.