Bollywood/ પીઢ અભિનેતા રમેશ દેવનું 93 વર્ષની વયે અવસાન, અમિતાભ બચ્ચન-શત્રુઘ્ન સિંહા સાથે કામ કર્યું

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રમેશ દેવનું 93 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.

Top Stories Entertainment
Untitled 2 2 પીઢ અભિનેતા રમેશ દેવનું 93 વર્ષની વયે અવસાન, અમિતાભ બચ્ચન-શત્રુઘ્ન સિંહા સાથે કામ કર્યું

મરાઠી અને હિન્દી ફિલ્મોમાં જબરદસ્ત ભૂમિકાઓ ભજવીને પોતાની ઓળખ બનાવનાર અભિનેતા રમેશ દેવનું બુધવારે સાંજે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. અભિનેતાએ 30 જાન્યુઆરીએ તેનો 93મો જન્મદિવસ પત્ની સીમા દેવ અને પુત્રો અજિંક્ય દેવ અને અભિનય દેવ સાથે ઉજવ્યો હતો.

પુત્ર અજિંક્યએ કહ્યું, ‘મારા પિતાની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી સારી ન હતી. બુધવારે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે બાદ સાંજે હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે, અભિનેતાના અંતિમ સંસ્કાર આજે બપોરે પવન હંસ ટર્મિનલ પાસે વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

આ પણ વાંચો:પ્રહાર / શિવસેના નેતા સંજ્ય રાઉતે મોદી સરકાર પર કર્યા પ્રહાર,જાણો ચીન-પાકિસ્તાન મામલે શું કહ્યું…

રમેશ દેવે તેમની કારકિર્દીમાં ફિલ્મો તેમજ ટેલિવિઝન શો અને જાહેરાતોમાં કામ કર્યું હતું. તેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન 450 થી વધુ હિન્દી અને મરાઠી ફીચર ફિલ્મોમાં અભિનય કર્યો. જો કે મુખ્ય અભિનેતા તરીકે તેમની ત્રણ હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી, પરંતુ પાછળથી તેમણે એક સારા સહાયક અભિનેતા તરીકે લોકપ્રિયતા મેળવી હતી.

રમેશ દેવ કોલ્હાપુરમાં ઉછર્યા અને મરાઠી ફિલ્મ ‘પટાલાચી પોર’માં નાનકડી ભૂમિકા ભજવીને પહેલીવાર કેમેરાનો સામનો કર્યો. તે પછી તેણે પોતાને જુનિયર આર્ટિસ્ટ તરીકે સ્થાપિત કર્યો અને તે સમયે તેને એક દિવસના કામ માટે 25 રૂપિયા મહેનતાણું મળતું હતું.

આ પણ  વાંચો:TDS / ક્રિપ્ટો કરન્સીના રોકાણમાં નુકસાન સામે કોઇ સેટ ઓફ નથી,1 ટકા TDS કપાશે,જાણો વિગત