રાજીનામું/ કોંગ્રેસની હાલત કફોડી, નવસારીના દિગ્ગજ નેતા ધર્મેશ પટેલે પણ આપ્યું રાજીનામું, એક જ દિવસમાં ત્રીજી વિકેટ

ભારતભરમાં કોંગ્રેસની સ્થિતિ નાજુક છે એકબાજુ લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ રહ્યા છે ત્યારે મોટા ગજાના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે

Top Stories Gujarat
15 કોંગ્રેસની હાલત કફોડી, નવસારીના દિગ્ગજ નેતા ધર્મેશ પટેલે પણ આપ્યું રાજીનામું, એક જ દિવસમાં ત્રીજી વિકેટ

દેશમાં કોંગ્રેસની હાલત ખુબ કફોડી બની છે પાર્ટીના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. ભારતભરમાં કોંગ્રેસની સ્થિતિ નાજુક છે એકબાજુ લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ રહ્યા છે ત્યારે મોટા ગજાના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. આજે કોંગ્રેસના અતિ વિશ્વાસુ અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિટાએ પણ  કોંગ્રેસને રામ રામ કહી દીધુ. પહેલા ગુજરાતમાં અમરેલીના કોંગ્રેસના કદાવર નેતા  અંબરીશ ડેરએ રાજીનામું આપ્યા બાદ મોઢવાડિયાએ પણ રાજીનામું આપતા કોંગ્રસની ગુજરાતમાં  હાલત ખરાબ છે, આ સામાચારના આઘાતમાંથી બહાર આવે તે પહેલા જ કોંગ્રેસને ત્રીજો ફટકો પડ્યો છે.નવસારી જિલ્લા કોંગ્રેસ ના કોળી આગેવાન ધર્મેશ ભીમભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે.

લોકસભા ચૂંટણી નજીક છે તે પહેલા જ   એક પછી એક નેતાઓ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. હજુ થોડા જ સમય પહેલા ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. અને હવે સમાચાર મળી રહ્યા છે કે, નવસારી જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. નવસારી જિલ્લાના કોળી આગેવાન ધર્મેશ ભીમ પટેલે પોતાના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જે માટે તેમણે અંગત કારણ દર્શાવ્યું છે. તેઓ ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સામે ચૂંટણી લડ્યા હતા. જેમા સી.આર.પાટીલ વિરુદ્ધ ધર્મેશ ભીમ પટેલને 6.89 લાખના માર્જીનથી હાર મળી હતી.