MANTAVYA Vishesh/ અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ વિશ્વભરમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર : ભારતમાં મોંઘા લગ્નોનાં ટ્રેન્ડની શું છે કહાની ?

મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની  પ્રી- વેડિંગનો કાર્યક્રમ વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ત્યારે આજે આપણે મંતવ્ય વિશેષમાં જાણીએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ વિશેની ખાસ વાતો અને મોંઘા લગ્નોના ટ્રેન્ડની સંપૂર્ણ કહાની….

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી- વેડિંગ
  • ભારત અને વિદેશથી મહેમાનોને આમંત્રિત કર્યા
  • 1200 મોંઘેરા મહેમાનોની પધરામણી
  • મહેમાનો માટે લગભગ 20 વિમાનોની સગવડ
  • મહેમાનોને 2500 વાનગી પીરસાઈ
  • ભારતમાં મોંઘા લગ્નનો ટ્રેન્ડ કેમ વધ્યો?  

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નનાં બંધનમાં બંધાઈને જીવનનો નવો અધ્યાય શરુ કરવા જઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતનાં જામનગરમાં 1 થી 3 માર્ચ સુધી રાધિકા અને અનંતની પ્રી- વેડિંગનો કાર્યક્રમ યોજાયો હતો.ત્રણ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ભારત અને દુનિયાભરના વેપાર, રાજનીતિ, મનોરંજન અને ખેલ જગતના મોટા ચહેરા સામેલ થયા હતા અને જામનગરમાં દિવાળી જેવો માહોલ કર્જાયો હતો.મુકેશ અંબાણીએ આ અગાઉ 2018માં તેમની નાની પુત્રી ઈશાના લગ્ન કરાવ્યા હતાં.અને ઈટાલીના લેક કોમો, રાજસ્થાનના ઉદયપુર અને મુંબઈના જિયો ગાર્ડનમાં ભવ્ય રિસેપ્શન યોજાયું હતું.ત્યારે રોકસ્ટાર બેયોન્સે ઉદયપુરમાં પરફોર્મ કર્યું હતું.અને  અનુમાન મુજબ, આ લગ્નમાં લગભગ 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તે ભારતનાં સૌથી મોંઘા લગ્ન હતાં.

ત્યારે 6 વર્ષ બાદ સૌથી મોંઘા લગ્નનો આ રેકોર્ડ તૂટી રહ્યો છે.મુકેશ અંબાણી તેમના સૌથી નાના પુત્ર અનંતના લગ્ન કરાવી રહ્યાં છે.જામનગરમાં 1થી 3 માર્ચ દરમિયાન પ્રી-વેડિંગ સેલિબ્રેશન થયું. અખબારો, ટીવી, વેબસાઈટથી લઈને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ આ સમારોહની ચર્ચાઓ થઈ રહી છે.અને 3,000 એકરમાં ફેલાયેલું જામનગરનું ‘વનતારા’ છેલ્લા ઘણા દિવસોથી વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.અહીં 1200 મોંઘેરા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, અને જામનગર એરપોર્ટને 10 દિવસ માટે વિશેષ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

જોકે જામનગરમાં માત્ર પ્રી-વેડિંગ જ થયા હતા. લગ્ન 12 જુલાઈએ મુંબઈમાં થશે. ત્યારે આખા લગ્નમાં અંદાજે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.પરંતું આ રકમ મુકેશ અંબાણીની કુલ સંપત્તિના માત્ર 0.1% છે.ત્યારે હવે આપણે જાણીએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ વિશેની ખાસ વાતો અને સાથે જ જાણીએ મોંઘા લગ્નોના ટ્રેન્ડની સંપૂર્ણ સ્ટોરી વિશે.

તો મોટાભાગના માનવશાસ્ત્રીઓ માને છે કે, લગ્નની શરૂઆત થઈ તે પહેલાંનાં યુગમાં.શિકારી સમાજ સમૂહોમાં રહેતો હતો, અને એક સમૂહમાં 30 જેટલા લોકો રહેતા હતાં.આ સમૂહોના લીડર કેટલાક પુરુષો હતા, જે સમૂહની મહિલાઓ સાથે સંબંધ બનાવતા હતા.અને આ મહિલાઓથી જન્મેલા બાળકોના ઉછેરની જવાબદારી સમગ્ર સમૂહની રહેતી હતી.જોકે માણસોએ ક્યારે અને શા માટે લગ્ન કરવાનું શરૂ કર્યું તે અંગે કોઈ નક્કર માહિતી નથી. તેની  ઘણી અલગ-અલગ થિયરીઓ છે.

થિયરી-1 પ્રમાણે બ્રિટિશ સમાજશાસ્ત્રી એડવર્ડ વેસ્ટરમાર્કના જણાવ્યા અનુસાર, પુરુષોએ જાતીય સંતોષ, આજીવિકાનું કામ, બાળકોના પ્રજનન અને ઉછેર માટે સ્ત્રીઓ સાથે રહેવાનું શરૂ કર્યું અને લગ્નનો વિકાસ થયો.તો થિયરી-2 માં સ્વિસ ન્યાયશાસ્ત્રી બેકોફિનના જણાવ્યા અનુસાર, બાળકના પિતાની ઓળખ થઈ શકતી ન હતી. માટે  લગ્ન મહિલાઓ દ્વારા જન્મ અપાયેલા બાળકને બંને પાર્ટનરની માન્યતા આપવાની રીત બન્યું. તો થિયરી-3 માં ફ્રેન્ચ માનવ વિજ્ઞાની ક્લાઉડ લેવી સ્ટ્રોસના જણાવ્યા અનુસાર, લગ્ન બે અલગ-અલગ ગ્રુપ વચ્ચેના સામાજિક અને આર્થિક જોડાણ તરીકે વિકસિત થયા છે, જેમાં મહિલાઓ અદલા-બદલી થતી હતી.

લગ્નના પ્રારંભિક પુરાવાઓની વાત કરીએ તો લગભગ 4 હજાર વર્ષ પહેલાં લગ્નએ એક સામાજિક સંસ્થાનું સ્વરૂપ લીધું હતું, જેની દેખરેખ ધાર્મિક અને નાગરિક અધિકારીઓના હાથમાં હતી.

મેસોપોટેમીયામાં ઉર-નમ્મુમાં લગ્નેતર સંબંધો, ગુલામોના બાળકોની કાયદેસર સ્થિતિ વગેરેને નિયંત્રિત કરતા નિયમો સૌથી જૂના લેખિત કાયદા હતા.મેસોપોટેમીયા  માં 2,350 BC માં સ્ત્રીએ પુરુષ સાથે લગ્ન કર્યાનો પ્રથમ ઐતિહાસિક પુરાવો છે.

તો વૈદિક કાળથી ભારતમાં લગ્ન એ એક મહત્વપૂર્ણ ધાર્મિક અને પવિત્ર સંસ્કાર છે. પતિ-પત્ની એકસાથે યજ્ઞ કરતા અને પુત્રનો જન્મ એ લગ્નનો આવશ્યક હેતુ હતો.ભારતના ધાર્મિક ગ્રંથોમાં નોંધાયેલા પૌરાણિક લગ્નો ખૂબ ભવ્ય હતા.જેમ કે-રામાયણમાં રામ અને સીતાના ભવ્ય લગ્નનું વર્ણન છે. રાજા જનકે તેમની પુત્રી સીતાને હજારો હાથી, ઘોડા, ગાય અને ઝવેરાત ભેટમાં આપ્યા હતા.તો મહાભારતમાં અર્જુનના પુત્ર અભિમન્યુ અને ઉત્તરાનાં લગ્નની ભવ્યતાનો ઉલ્લેખ છે. તેમાં ગીતો, નૃત્ય, દારૂ અને મોંઘીદાટ ભેટની વ્યવસ્થા હતી.

ત્યારે ભારતમાં ભવ્ય લગ્નોના ઘણા ઐતિહાસિક પુરાવા પણ છે.પીકે ગૌરના પુસ્તક માં 1900માં એક પોર્ટુગીઝ પ્રવાસી દુઆર્ટે બાર્બોસાને ટાંકીને લખવામાં આવ્યું છે કે 1518માં ગુજરાતમાં એક બ્રાહ્મણ પરિવારના લગ્નમાં જોરદાર આતશબાજી થઈ હતી.તો સતીશ ચંદ્રના પુસ્તક મધ્યયુગના ભારતમાં લખ્યું છે કે બીજાપુરના સુલતાન ઇબ્રાહિમ આદિલ શાહે પોતાની પુત્રીના લગ્નમાં ફટાકડા ફોડવા 80 હજાર રૂપિયા ખર્ચ્યા હતા અને 1820માં બરોડાના મહારાજા સયાજી રાવ બીજાએ તેમના બીજા લગ્નમાં માત્ર આતશબાજીમાં જ 3 હજાર રૂપિયા ખર્ચ્યા હતા.જોકે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ગરીબી વધી હતી.અને લોકો માસે અનાજ પણ નહોતું. તેથી લગ્નોની ભવ્યતા પણ ક્યાંક ખોવાઈ ગઈ હતી. આઝાદી પછી પણ પરિસ્થિતિમાં બહુ સુધારો થયો નથી. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી શાસ્ત્રી સરકારે ‘ગેસ્ટ કંટ્રોલ ગાઈડલાઈન્સ’ બનાવી હતી. જેમાં કોઈપણ લગ્નમાં 25થી વધુ લોકોને ભોજન કરાવવા પર પ્રતિબંધ હતો.

1960ના દાયકામાં હરિત ક્રાંતિથી દેશમાં ખાદ્ય સંકટ દૂર થયું.અને ધીરે ધીરે ગેસ્ટ લિસ્ટ વધવા લાગી.તો 1991માં ઉદારીકરણ પછી મહત્વપૂર્ણ ફેરફારો થયા, મોટી સંખ્યામાં લોકોને નોકરી મળી. આવક વધી એટલે બચત પણ થવા લાગી. લોકો લગ્નો પાછળ ભારે ખર્ચ કરવા લાગ્યા.  અને આ ટ્રેન્ડને વધારવામાં ફિલ્મોએ પણ મોટી ભૂમિકા ભજવી છે. હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી બોલિવૂડ ફિલ્મોએ સામાન્ય લોકો સુધી ભવ્ય લગ્નનોનો ખ્યાલ પહોંચાડ્યો.આખરે સોશિયલ મીડિયાએ લગ્નની ભવ્યતાને એક અલગ જ લેવલ પર પહોંચાડી.

આપને જણાવી દઈએ કે ભારતમાં લગ્નોનું અંદાજિત બજાર વાર્ષિક રૂ. 3.75 લાખ કરોડનું છે.જેમાં 3%  ખર્ચ ફોટોગ્રાફીમાં, 9% લોજિસ્ટિક્સ, 8% હનીમૂન, 3% મેક અપ,30% કેટરિંગ અને વેન્યૂ, 19% ભેટ , 12% ઇવેન્ટ 14% ખર્ચ શણગાર પાછળ અને 2%  ખર્ચ અન્ય હોય છે.ત્યારે ભારતમાં લગ્ન આર્થિક બોજ બની રહ્યું છે..જીવનભરની કમાણીનો 20% ભાગ લગ્ન પાછળ ખર્ચવામાં આવે છે.અને 80% ભારતીયો લગ્ન ખર્ચને પહોંચી વળવા માટે લોન લે છે…જેમાં ગ્રામીણ વિસ્તારોમાં 62% લગ્નોમાં સરેરાશ 1 લાખથી 2 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, તો શહેરી વિસ્તારોમાં 70% લગ્નોમાં સરેરાશ 6 લાખથી 1 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે

તો લગ્નમાં પરવડી શકે તે કરતાં વધુ ખર્ચ કરવા પાછળનાં અમુક મોટા પરિબળો છે.ભારતમાં લગ્નોને સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. લોકો પોતાનું સ્ટેટસ બતાવવા માટે બેફામ ખર્ચ કરે છે.વધુ મહેમાનો અને પરિચિતોને આમંત્રિત કરવાની રેસ હોય છે. તેમાં ઘણો ખર્ચ થાય છે. તો સેલિબ્રિટીઓનાં લગ્ન, ઉદ્યોગપતિઓનાં લગ્ન. એક નવી રેખા દોરે છે, જેને મધ્યમ વર્ગ પણ અનુસરવાનો પ્રયાસ કરે છે

ત્યારે હવે આપને અનંત-રાધિકાની  પ્રી-વેડિંગ સેરેમનીની ખાસ વાતો જણાવી દઈએ.અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની માટે જામનગરની પસંદગી કરવામાં આવી હતી. અહી રિલાયન્સની ઓઈલ રિફાઈનરી અને 3 હજાર એકરમાં ગાર્ડન આવેલ છે. જેમાં 1 કરોડ વૃક્ષો છે.અહીં એશિયાનો સૌથી મોટો કેરીનો બગીચો અને રિલાયન્સ એનિમલ રેસ્કયુ એન્ડ રિકેબિલિટેશન સેન્ટર છે. આ કેન્દ્રમાં હાથી, દીપડા, સિંહ જેવા 2 હજારથી વધુ પ્રાણીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

અનંત-રાધિકાની  પ્રી-વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા માટે રિકાનાને સ્ટાર પરફોર્મર તરીકે બુક કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, તેણે 40 મિનિટના પર્ફોર્મન્સ માટે લગભગ 66 કરોડ રૂપિયા લીધા હતા.બિલ ગેટ્સ ઇવાન્કા ટ્રમ્પ અને માર્ક ઝકરબર્ગ જેવા વિદેશી મહેમાનો સાથે લગભગ 1200 મોંઘેરા મહેમાનોમાં બોલીવુડની હસ્તીઓ અને ઘણા ભારતીય અબજોપતિઓ સામેલ હતા.ત્યારે ૩ દિવસીય સમારોહ માં ઉપસ્થિત મહેમાનોને 2500 જેટલી વાનગીઓ પીરસવામાં આવી હતી. જેથી કરીને કોઈ પણ વ્યક્તિએ એકની એક વાનગી ફરીશી ન ખાવી પડે. જેમાં થાઈ, જાપાનીઝ, મેક્સીકન અને પર્સિયન ભોજાનનો સમાવેશ થતો હતો.તમામ મહેમાનોને 9 પાનાની માર્ગદર્શિકા આપવામાં આવી હતી. તેમાં ૩ દિવસના તમામ કાર્યક્રમો અને મહેમાનોના ડ્રેસ કોડની માહિતી હતી. તમામને દરેક ક્ષણને યાદગાર બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.

ત્યારે મુકેશ અંબાણીએ મહેમાનો માટે લગભગ 20 વિમાનોની વ્યવસ્થા કરી હતી. મુકેશ અંબાણીની કંપનીના લગભગ આઠથી દસ વિમાનો ઉપરાંત વિદેશી કંપની પાસેથી ખાસ વિમાનો પણ ભાડે લેવામાં આવ્યા હતા. જેનું કામ માત્ર દેશ અને દુનિયાના મહેમાનોને જામનગર લાવવાનું અને પછી જામનગરથી તેમના દેશમાં મૂકવાનું હતું.  ભારતમાં પણ મુંબઈ અને હૈદરાબાદથી જામનગર સુધી એરક્રાફ્ટની શટલ સેવા પૂરી પાડવામાં આવતી હતી. બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી અને અન્ય શહેરોમાંથી એર શટલ સેવા પણ પૂરી પાડવામાં આવી હતી. વિદેશોમાં દુબઈથી જામનગર સુધીની શટલ સેવા તરીકે દરરોજ એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવતા હતા. દુબઈ ઉપરાંત લંડન, અમેરિકા, સિંગાપોર અને અન્ય દેશોમાંથી પણ એર શટલ ચલાવવામાં આવી હતી.

માહિતી અનુસાર આ સુપર પ્રી-વેડિંગમાં હાજરી આપવા આવેલા VIPs માટે 1 માર્ચથી 3 માર્ચ સુધી લગભગ 350 એરક્રાફ્ટની અવરજવર હતી. તેમાંથી, 1 માર્ચના રોજ લગભગ 160 ફ્લાઇટ મૂવમેન્ટ, 2 માર્ચે લગભગ 70 અને 3 માર્ચે 100 થી વધુ ફ્લાઇટ્સ મૂવમેન્ટ થઈ. જેમાંથી લગભગ 70 મુવમેન્ટ ઈન્ટરનેશનલ ફ્લાઈટોની હતી. કતારના વડા પ્રધાને પણ અહીંથી ટેકઓફ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ