નિધન/ દિગ્ગજ ગુજરાતી અભિનેતા અરવિંદ જોશીનું નિધન

દિગ્ગજ ગુજરાતી અભિનેતા અરવિંદ જોશીનું આજે સવારે નિધન થયું છે. બોલીવુડ અભિનેતા શરમન જોશીના પિતા અને ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ નિર્માતા, લેખક,

Gujarat Others Entertainment
arvind joshi દિગ્ગજ ગુજરાતી અભિનેતા અરવિંદ જોશીનું નિધન

દિગ્ગજ ગુજરાતી અભિનેતા અરવિંદ જોશીનું આજે સવારે નિધન થયું છે. બોલીવુડ અભિનેતા શરમન જોશીના પિતા અને ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ નિર્માતા, લેખક, દિગ્દર્શક અને અભિનેતા અરવિંદ જોશીનું વહેલી સવારે કાર્ડિયાક એટેકનાં કારણે મુંબઈ ખાતે નિધન થયું છે. તેમના મુંબઈ ખાતે કરાશે. અંતિમ દર્શન અને ક્રિયા એમનાં નિવાસ સ્થાનથી સવારે 11 વાગે મુંબઇનાં પાર્લા પવન હંસ સ્મશાન ખાતે કરવામાં આવશે.

Gujarati actor Arvind Joshi, Sharman Joshi's father, dies

આપને જણાવી દઇએ કે, અરવિંદ જોશી એક અભિનેતા અને સહાયક દિગ્દર્શક હતા અને ગુજરાતી ફિલ્મો ઉપરાંત શોલે (1975), ઇત્તેફાક (1969) અને અપમાન કી આગ (1990) જેવી હિન્દી ફિલ્મો માટે પણ તેઓ જાણીતા છે. બોલિવૂડ એક્ટર પ્રવિણ જોશીના તેઓ મોટા ભાઇ છે અને બોલિવૂડ એક્ટર શરમન જોશી અને બોલિવૂડ એક્ટ્રેસ માનસી જોશી રોયના પિતા છે. પ્રખ્યાત ગુજરાતી થિયેટર અભિનેતા જોશી ફિલ્મો કરતા થિયેટરમાં કામ કરવા માટે વધુ જાણીતા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…