નિધન/ દિગ્ગજ કન્નડ ફિલ્મ અભિનેતા એસ શિવરામનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

કન્નડ ફિલ્મ અભિનેતા એસ શિવરામે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. એસ શિવરામે 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા અને હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.

Top Stories Entertainment
ilm દિગ્ગજ કન્નડ ફિલ્મ અભિનેતા એસ શિવરામનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

હાલમાં જ જ્યાં બોલિવૂડમાંથી અભિનેતા બ્રહ્મા મિશ્રાના નિધનના દુખદ સમાચાર સામે આવ્યા છે, ત્યાં હવે કન્નડ ફિલ્મ જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ કન્નડ ફિલ્મ અભિનેતા એસ શિવરામે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. એસ શિવરામે 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા અને હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. એસ શિવરામના મૃત્યુની પુષ્ટિ તેમના પુત્ર દ્વારા કરવામાં આવી છે. એસ શિવરામના નિધન પર કન્નડ સિનેમા શોકમાં છે અને ચાહકો તેમજ સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છ દાયકાથી વધુ સમય સુધી કામ કરનાર શિવરામ 83 વર્ષના હતા. એસ શિવરામના નિધન પછી એક ખાનગી હોસ્પિટલની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમના પુત્ર એલ લક્ષ્મીશે કહ્યું, “મારા પિતા શિવરામ હવે અમારી વચ્ચે નથી. હોસ્પિટલના ડોકટરોએ મારા પિતાને શ્રેષ્ઠ સારવાર આપી પરંતુ ભાગ્યને બીજુ મજૂર હતું અમારે તેને સ્વીકારવું પડશે.

એસ શિવરામનો જન્મ 28 જાન્યુઆરી, 1938ના રોજ થયો હતો અને તેઓ શિવરામન્ના તરીકે જાણીતા હતા. ફિલ્મોના દિગ્દર્શન ઉપરાંત, તેમણે હીરોથી લઈને કો-સ્ટાર સુધીની 60 થી વધુ ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી હતી. તેણે 1965માં ફિલ્મ ‘બર્થા જીવા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ ‘દુદ્દે દોડપ્પા’ અને ‘લગ્ન પત્રિક’થી સફળતા મળી હતી.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટ્વિટ કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યે એક વરિષ્ઠ કલાકાર ગુમાવ્યો છે. કર્ણાટકના ઘણા મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ અને કન્નડ ફિલ્મ હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.